મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ખેડૂત આંદોલનની ધુરા મહિલાઓએ સંભાળી

નવી દિલ્હી : કૃષિ કાયદાના વિરોધમાં ચાલતા આંદોલનમાં કાલે મહિલા દિવસ નિમિતે આંદોલનની ધુરા મહિલાઓએ સંભાળી હતી. ટિકરી બોર્ડર ઉપર ખેડૂત નેતા કવિતા કુરૂગાંતીએ કેન્દ્ર સરકાર સામે આક્રોશ ઠાલવીને ખેડૂતો છેલ્લા ૧૦૦ દિવસથી આંદોલન કરી રહ્યા છે. છતાં પણ સરકાર કોઇ નિવેડો લાવતી નથી આ ઉપરાંત મહિલાઓએ સિંધુ, ટિકરી અને ગાજીપુર બોર્ડર ઉપર મહિલા ખેડૂતોની રેલી યોજી હતી.

(4:09 pm IST)