મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

નરેન્દ્રભાઇ મોદી, અમિતભાઇ શાહ અને વિજયભાઇ રૂપાણીનું નામ મંગળ ગ્રહ પર પહોંચ્યું

આણંદના અર્જુન શાહે નાસાના સ્પેસ પોગ્રામ માટે આ ત્રણ વ્યકિતઓના નામ ૨૩ મે ૨૦૧૯ના રોજ રજિસ્ટર કરાવ્યા'તા

આણંદ, તા. ૯ : અમેરિકન અંતરિક્ષ એજન્સી નાશા નું મંગળ યાન પરસિવરેન્સ કરોડો કિલોમીટરનું અંતર કાપીને મંગળ ગ્રહ પર પહોંચ્યું છે. આ યાનની સાથે જ દેશના વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીનું નામ પણ મંગળ પર પહોંચાડવામાં આવ્યું છે. આણંદના અર્જુન શાહે આ સ્પેસ પોગ્રામ માટે આ ત્રણ વ્યકિતઓના નામ ૨૩ મે ૨૦૧૯ના રોજ રજિસ્ટર કરાવ્યા હતા.

નાશા તરફથી ગત વર્ષે ૩૧ જુલાઈએ અમેરિકાના ફ્લોરિડાના કેપ કનેરવલ એરફોર્સ સ્ટેશનથી પરસિવરેન્સ યાન મંગળ ગ્રહ પર મોકલવામાં આવ્યું હતું. જે ગત ૧૮ ફેબ્રુઆરીએ મંગળ ગ્રહના ક્રેટર પર ઉતર્યું હતું. આ યાનમાં સેન્ડ યોર નેમ ઓન માર્સ પ્રોગ્રામનો આરંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત વિશ્વના અનેક લોકોના નામ મંગળ ગ્રહ પર મોકલવા માટે રજિસ્ટર કરાવાયા હતા. 

આ પ્રોગ્રામ મૂળ આણંદ જિલ્લાની અને ન્યૂ યોર્કમાં અભ્યાસ કરતી એકતા શાહના ધ્યાનમાં આવતા તેણે આણંદમાં રહેતા તેના પિતા અર્જુન શાહને આ અંગે જાણ કરી હતી. ન્યૂયોર્કમાં રોન્ચિસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી યુનિવર્સીટીમાં એસ્ટ્રો ફિઝિકસમાં એચપી.ડી. નો અભ્યાસ કરતી એકતા શાહના પિતા અર્જુનભાઈએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નામ મંગળ ગ્રહ પર મોકલાનુ પસંદ કર્યુ હતુ. ં

અર્જુનભાઈએ આ ત્રણેય ગુજરાતી નેતાઓના નામ ફખ્લ્ખ્ને ૨૩ મે ૨૦૧૯ના રોજ મોકલી આપ્યા હતા. ત્યારે હવે જ્યારે મંગળપર પર્સિવરન્સ રોવર પહોંચ્યુ છે તો તેની સાથે આપણા દેશના ત્રણેય ગુજરાતી નેતાઓના નામ પણ મંગળ પર પહોંચ્યા છે. અર્જુનભાઈને આ નેતાઓના નામ મંગળ પર પહોંચી જતા ખુશી વ્યકત કરી છે.

(4:08 pm IST)