મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

શહીદોના પરિવારજનોને એક કરોડની આર્થિક મદદ : ફ્રી વેકિસનનો વાયદો

દિલ્હી વિધાનસભામાં ઇ-બજેટ રજુ : શિક્ષણ ક્ષેત્રે મહત્વની ઘોષણા

નવી દિલ્હી તા. ૯ : દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે મંગળવારે પોતાનું બજેટ રજૂ કરી રહી છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સદનમાં ઇ-બજેટ રજૂ કર્યું. દિલ્હી સરકારના બજેટની થીમ દેશભકિત રહી. દિલ્હીમાં આ વર્ષ માટે ૬૯ હજાર કરોડ રૂપિયા બજેટ રજૂ કરવામાં આવ્યું. દિલ્હીના નાણા મંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, આ વખતે લોકો માટે યોજનાનો ખર્ચ ૫૫ ટકા જયારે સરકારી ખર્ચ ૪૫ ટકા રહેશે.

દિલ્હીમાં દરરોજ ૪૫ હજાર વેકિસન લગાવવામાં આવી રહી છે, જલ્દીથી આ ક્ષમતા ૬૦ હજાર સુધી પહોંચી જશે. દિલ્હીના લોકોને સરકારી હોસ્પિટલોમાં વેકિસન આગળ પણ ફ્રી મળતી રહેશે. દિલ્હીમાં આગામી વર્ષથી મહિલા મહોલ્લા કલીનિકની શરૂઆત કરવામાં આવશે. જેમાં મહિલાઓ સાથે જોડાયેલી બીમારીઓના સ્પેશલિસ્ટ ડોકટરોને તૈનાત કરવામાં આવશે. શરૂઆતમાં ૧૦૦ કલીનિક ખોલવામાં આવશે, જયારબાદ વધારવામાં આવશે.

દિલ્હીના દરેક નાગરિકને હેલ્થ કાર્ડ આપવામાં આવશે, આ સિવાય દરેક વ્યકિતનો ઓનલાઇન હેલ્થ ડેટા તૈયાર કરવામાં આવશે. તેનાથી દરેક પરિવારની બીમારીનો રેકોર્ડ ડોકટરોની પાસે રહી શકશે. દિલ્હીમાં સ્વાસ્થ્યનું કુલ બજેટ ૯૯૩૪ કરોડ કરવામાં આવ્યું છે, જે કુલ બજેટના ૧૪ ટકા છે. દિલ્હી સરકાર દ્વારા સ્થાનિક પાલિકાઓને ૪ હજાર કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે, આ સિવાય સ્ટાંપ શુલ્ક, પાર્કિંગ શુલ્ક પણ પાલિકાઓને આપવામાં આવશે.

દિલ્હીમાં ૧૨ માર્ચથી દેશભકિતના કાર્યક્રમ શરૂ થશે, જેમાં આગામી વિઝનને દર્શાવવામાં આવશે. ભગતસિંહના જીવનથી જોડાયેલા કાર્યક્રમોને દર્શાવવા માટે ૧૦ કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા. આ સિવાય બાબા સાહેબ આંબેડકરના નામ પર જે કાર્યક્રમ થશે, તેના માટે પણ ૧૦ કરોડ રૂપિયા ફાળવાયા છે.

કનોટ પ્લેસની જેમ જ દિલ્હીમાં હવે ૫૦૦ જગ્યાઓ પર તિરંગા લહેરાવવામાં આવશે. સાથે દિલ્હીની શાળાઓમાં હવે એક પીરિયડ દેશભકિત અંગે ભણાવાશે. અમે દરેક વ્યકિતને કટ્ટર દેશભકત તરીકે તૈયાર કરીશું, જેથી તેઓ નિયમોનું પાલન કરે. દિલ્હીમાં યૂથ ફોર એજયુકેશનના નામથી પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે, જેના દ્વારા ભણેલા ગણેલા નાગરિકો ઓછી સુવિધા વાળા બાળકોને તૈયાર કરી શકે.

દિલ્હીમાં નવી સૈનિક શાળા બનાવવામાં આવશે અને એક આર્મ્ડ ફોર્સ પ્રી-પેયરિંગ એકેડમી બનાવવામાં આવશે. શહીદોના પરિવારજનોને એક કરોડ રૂપિયાની આર્થિક મદદની યોજના ચાલુ રહેશે.દિલ્હીની અલગ અલગ કોલોનિયોમાં હવે સરકાર તરફથી યોગ, ધ્યાન ગુરૂ ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેના માટે ૨૫ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. દિલ્હીમાં આ વર્ષે ૭૫ વર્ષથી વધુ ઉંમર વાળા લોકોનું સન્માન કરવામાં આવશે, આના માટે અલગ અલગ જગ્યાઓ પર સન્માન સમારોહ કરવામાં આવશે.  દિલ્હીના ૧૧-૧૨માં ધોરણના બાળકોને બિઝનેસ આઇડિયા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, જેનો આઇડિયા સારો હશે તેને ૨૦૦૦ રૂપિયા આપીને પ્લાન તૈયાર કરવા કહેવામાં આવશે. વિજેતાઓનું સન્માન થશે અને પ્રદર્શની પણ લાગશે. દિલ્હીમાં નર્સરીથી ૮માં ધોરણ સુધી નવો કોર્સ આવશે. દિલ્હીનું પોતાનું બોર્ડ બનાવવામાં આવશે. પ્રાઇમરીથી જ બાળકોને ગોખવાના બદલે તેને બદલીને બાળકોને સમજાવવા પર ફોકસ કરવામાં આવશે.

દિલ્હીમાં અંદાજિત ૧૦૦ સ્કૂલ ઓફ એકસીલેન્સ બનાવવામાં આવશે. જેમાં ૯માં ધોરણથી ૧૨માં ધોરણ સુધીની સ્કૂલ સામેલ કરવામાં આવશે. દિલ્હીમાં બાળકોને ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કરાવવામાં આવશે, જેથી તેમને નોકરી માટે તૈયાર કરી શકાય. દિલ્હી સરકારે શિક્ષા ક્ષેત્ર માટે ૧૬ હજાર કરોડથી વધુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

(4:06 pm IST)