મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

સતત બે દિવસ કોરોનાના કેસ વધ્‍યા બાદ

૨૪ કલાકમાં દેશમાં ૧૫,૩૮૮ નવા કેસ નોંધાયા

૨૪ કલાકમાં ૭૭ લોકોએ જીવ ગુમાવ્‍યોઃ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો વધીને ૧,૧૨,૪૪,૭૮૬ થયો એક્‍ટિવ કેસની સંખ્‍યા ૧,૮૭,૪૬૨ થઈ

નવી દિલ્‍હી, તા.૯: સતત બે દિવસ ભારતમાં કોરોનાના કેસ ૧૮,૦૦૦ કરતા વધારે નોંધાયા બાદ સોમવારે નોંધાયેલા કેસની સંખ્‍યામાં ઘટાડો નોંધાયો છે. આ વખતે ૧૫,૦૦૦થી સામાન્‍ય વધારે નવા કેસ નોંધાયા છે જયારે મૃત્‍યુઆંક ૧૦૦ની નીચે રહ્યો છે. આ સાથે પાછલા ૨૪ કલાકમાં નવા કેસની સરખામણીમાં સાજા થયેલા દર્દીઓની સંખ્‍યા વધી છે.

મંગળવારે કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના જણાવ્‍યા પ્રમાણે દેશમાં પાછલા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૫,૩૮૮ નવા કેસ નોંધાયા છે. જયારે ૭૭ લોકોએ દેશમાં કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્‍યો છે. સતત નવા કેસમાં વધારો થવાના કારણે એક્‍ટિવ કેસનો આંકડો ઊંચો જઈ રહ્યો છે. જોકે, પાછલા ૨૪ કલાકમાં સાજા થયેલા દર્દીઓની સંખ્‍યા કરતા નવા કેસની સંખ્‍યા ઓછી નોંધાઈ છે. ગઈકાલે દેશમાં ૧૬,૫૯૬ લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે. દેશમાં એક્‍ટિવ કેસની સંખ્‍યા ૧,૮૭,૪૬૨ પર પહોંચી છે.

દેશમાં અત્‍યાર સુધીમાં નોંધાયેલા કોરોના વાયરસના કુલ કેસનો આંકડો ૧,૧૨,૪૪,૭૮૬ પર પહોંચ્‍યો છે જયારે વધુ ૭૭દ્ગક્ર મૃત્‍યુ સાથે કુલ મૃત્‍યુઆંક ૧,૫૭,૯૩૦ થયો છે. દેશમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્‍યા ૧,૦૮,૯૯,૩૯૪ છે. ICMR (Indian Council of Medical Research) મુજબ કુલ ૨૨,૨૭,૧૬,૭૯૬ લોકોના કોરોના વાયરસના ટેસ્‍ટ માટે સેમ્‍પલ લેવામાં આવ્‍યા છે, જેમાંથી પાછલા ૨૪ કલાકમાં ૭,૪૮,૫૨૫ લોકો ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે.દેશમાં અત્‍યાર સુધીમાં ૨,૩૦,૦૮,૭૩૩ લોકોને કોરોના વાયરસ સામે લડવા માટે રસી આપવામાં આવી છે.

હાલ દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ સ્‍થિતિ છે, પાછલા ૨૪ કલાકમાં વધુ નવા ૮,૭૪૪ કોરોના કેસ નોંધાયા છે, જયારે સકારાત્‍મક બાબત એ છે કે, ૯,૦૬૮ લોકો સાજા થયા છે. જયારે ૨૨ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્‍યો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસનો આંકડો વધીને ૨૨,૨૮,૪૭૧ થઈ ગયો છે, જયારે એક્‍ટિ કેસની સંખ્‍યા વધીને ૯૭,૬૩૭ થઈ ગઈ છે. અહીં અત્‍યાર સુધીમાં કુલ ૫૨,૫૦૦ લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્‍યો છે.

કેરળ બીજુ રાજય છે જયાં મોટા પ્રમાણમાં કોરોના વાયરસના એક્‍ટિવ કેસ છે અને પોઝિટિવ કેસની સંખ્‍યા પાછલા કેટલાક અઠવાડિયામાં વધી છે, હાલ અહીં કુલ ૪૦,૮૬૭ એક્‍ટિવ કેસ છે, અહીં કુલ ૧૦,૭૭,૩૨૭ કોરોના વાયરસના કેસ નોંધાયા છે.

 

(3:59 pm IST)