મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

ચૂંટણી સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે નહી

કંપનીઓએ સમીક્ષા પર વચગાળાની રોક લગાવી

નવી દિલ્‍હી તા. ૯ :.. મોદી સરકારને અંદાજ છે કે પેટ્રોલ-ડીઝલની કિંમતો અંગે સામાન્‍ય માણસના મનમાં અસંતોષ ફેલાઇ રહ્યો હતો ચૂંટણીમાં આ નારાજગી બીજેપીને ભારે પડશે. એ જ કારણ છે કે પાંચ રાજયોની ચૂંટણી જેમ નજીક આવે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રોજ થતો વધારો હવે રોકાઇ ગયો છે. એક રીપોર્ટના જણાવ્‍યા મુજબ સરકાર સાથે જોડાયેલા બે અધિકારીઓએ જણાવ્‍યું કે લાગે છે કે કેન્‍દ્રએ અનૌપચારિક તરીકે તેલ કંપનીઓને કહયું કે થોડાક સમય માટે પેટ્રોલ - ડીઝલની કિંમતમાં થતો વધારો ટાળી દેવામાં આવે. રીપોર્ટના જણાવ્‍યા મુજબ રાજનૈતીક દબાણના લીધે તેલ કંપનીઓએ રોજના ભાવોમાં થતો વધારા પર હાલમાં નિયંત્રણ લગાવી દેવાયો છે. તેના કારણે કેટલાક સમય માટે આમ આદમીને રાહત મળી છે. જેવી રીતે રોજ તેલના ભાવ વધી રહ્યા હતા. તેમાં લોકોના મનમાં સરકાર પ્રત્‍યે નારાજગી તેજીથી વધી રહી હતી. પરંતુ કેટલાક રાજયોએ તેના ટેકસમાં ઘટાડો કરીને લોકોના અસંતોષને ઓછા કરવાના પ્રયત્‍નો કર્યા. પરંતુ જે ટેક્ષ ઓછો થયો તેને ઉંટના મોઢામાં જીરૂ સમાન કહી શકાય. પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં એકસાઇઝ ડયૂટી, ડીલર કમીશન અને અન્‍ય વસ્‍તુઓ જોડયા બાદ તેના ભાવ અંદાજે બે ગણા થાય છે તે માનકોના આધારે પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નકકી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.

(3:43 pm IST)