મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

અખીલેશ કાકા શિવપાલને પગે લાગ્યાઃ કોઇ વાતચિત નહીં : અંતર કાયમ રહ્યું

સપાના પૂર્વ સાંસદની બહેનની સગાઇ પ્રસંગે યાદવ પરિવાર હાજર રહેલ

ઇટાવા,તા.૯: યુપીના ઇટાવા જીલ્લાના સૈફઇમાં સપાનું કુનળા લાંબા સમય બાદ એક સાથે દેખાયેલ. એક પ્રસંગમાં પરિવારના બધા સભ્યો સામેલ થયેલ. જો કે મુલાયમસિંહ યાદવ સામેલ ન થયેલ. સપાના પૂર્વ સાંસદ તેજપ્રતાપસિંહ યાદવની બહેન દીપાલીના સગાઇ પ્રસંગે કાકા-ભત્રીજા શિવપાલ-અખીલેશ વચ્ચે કોઇ વાતચિત ન થયેલ. જો કે અખીલેશે કાકા શિવપાલને પગે લાગી દૂરી બનાવી લીધી હતી. યાદવ ઉપરાંત લાલુ પરિવારના સભ્યો પણ હાજર રહેલ.

(2:58 pm IST)