મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

એર ઇન્ડિયાને ખરીદવાની રેસમાં ટાટા સન્સ અને સ્પાઇસ જેટના નામ પહેલી હરોળમાં

એર ઇન્ડિયાને ખરીદવાની રેસમાં હવે માત્ર બે જ કંપનીઓ, અન્ય તમામ EoI રિજેકટ

નવી દિલ્હીઃ ઘણી કંપનીઓ એર ઈન્ડિયાની ખરીદીની રેસમાં છે. પરંતુ ટાટા સન્સ અને સ્પાઇસ જેટના નામ પહેલી હરોળમાં સામે આવી રહ્યાછે. એર ઇન્ડિયાના કર્મચારીઓનું કન્સોર્ટિયમ આ લિસ્ટમાંથી બહાર થઇ ગયું છે. ૮માર્ચે કંપનીના કમર્શિયલ ડિરેકટર મીનાક્ષી મલિકે કર્મચારીઓને પત્ર પાઠવીનેજણાવ્યું હતું કે, કન્સોર્ટિયમ શોર્ટલિસ્ટ થઈ નથી. એકઅખબારી અહેવાલ અનુસાર ટાટા સન્સ અને સ્પાઇસ જેટ આ રેસમાં મોખરે છે. મીનાક્ષી મલિક હાલમાં કર્મચારી કન્સોર્ટિયમનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ગઈકાલે રાત્રે ભારત સરકારના ટ્રાન્ઝેકશન એડવાઇઝર, આર્નેસ્ટ એન્ડ યંગ LLPએ અમને એક ઇમેઇલમાં જણાવ્યું હતું કે, અમેડિસ ઇન્વેસ્ટમેન્ટ એકિવઝિશન પ્રક્રિયામાં આગળના તબક્કામાં પહોંચી શક્યા નથી. એક પત્રની નકલ સામે આવી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ખૂબ દુઃખ સાથે અહેવાલઆપવામાં આવી રહ્યો છે કે, અમે એર ઈન્ડિયાની બોલીમાંથી બહાર નીકળી ગયા છે. પરંતુ અમે છેલ્લા કેટલાક મહિનામાં જે પ્રયત્ન કર્યો છે તે પ્રશંસનીય છે.

 એર ઇન્ડિયાને ખરીદવા માટે ઘણા કંપનીઓએ EoI જમાકર્યા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના સચિવતુહિન કાંત પાંડેએ આપી હતી. એર ઇન્ડિયાના ખાનગીકરણની પ્રક્રિયા બે તબક્કામાંવહેંચવામાં આવી છે. પહેલા તબક્કામાં ઉત્સુક કંપનો પાસેથી EoI મંગાવવામાં આવ્યા છે. યોગ્યતાના આધારેતેમાંથી સફળ EoIની પસંદગી કરાશે. બીજા તબક્કામાંખરીદદારોને રિકવેસ્ટ ફોર પ્રપોઝલ અપાશે. એર ઇન્ડિયાનું વેચાણ સંપૂર્ણપણે પારદર્શીહશે.એરઇન્ડિયાને ખરીદવા માટે તેના ૨૦૯ પૂર્વકર્મચારીઓના સંગઠન એમ્પ્લોય કોન્સોર્શિયમે પણ બીડ જમા કરી હતી જો કે તેનું EoI રિજેકટ કરતા તે સરકારી એરલાઇન્સનેખરીદવાની રેસમાંથી બહાર થઇ ગયુ છે.

એર ઇન્ડિયાના એમ્પ્લોઝને મોકલેલ એક પત્રમાં કંપનીના કોમર્શિયલ ડિરેકટર મીનાક્ષી મલિકે કહ્યુ કે, કોન્સોર્શિયમ શોર્ટલિસ્ટે થયાનથી. તે ઉપરાંત એસ્સાર ગ્રૂપ, પવનરૂઇયાની કંપની ડનલપ અને ફાલ્કન ટાયર્સે પણ એર ઇન્ડિયાને ખરીદવા EoI જમા કર્યા હતા. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં તેની ખોટ ૧૦ હજાર કરોડ રૂપિયા એ પહોંચવાની આશંકા છે. જેના લીધે એર ઇન્ડિયાની વેલ્યૂએશન ઘટી શકે છે.  કેટલાક કારણો એવા છે કે તેઓને બોલીમાં શામેલ કરવામાં આવ્યા ન હતા. વિદેશી કન્સોર્ટિયમના છેલ્લા ત્રણ વર્ષના ફાયનાન્શીયલસ્ટેટમેન્ટની ઓડિટ રિપોર્ટ. આ સિવાય કોઈ પણ ઓફશોર કંપનીમાં રોકાણ સંબંધિત માહિતીઆપવામાં આવી નથી.

  PIMની શરતો અનુસાર, વિદેશી કન્સોર્ટિયમ સભ્યો વિદેશી રોકાણ ભંડોળનું યોગ્ય રીતે નિયમનકરતા નથી. આ બધાના આધારે કર્મચારી કન્સોર્ટિયમની અરજીને ગેરલાયક ઠેરવવામાં આવી છે.

(2:56 pm IST)