મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

યુપીમાં ચાલતી કારમાં ૧૨ લોકોએ યુવતી સાથે ગેંગ રેપથી ખળભળાટ

સંજૂ બંગાળીએ પૈસાની લાલચ આપી તેને યુવકો સાથે મોકલી દીધા બાદ મહિલા સાથે દુષ્કર્મ : ૬ મહિના પહેલાની ઘટના : આ ૧૨ લોકોએ બળાત્કાર કરી વીડિયો ઉતાર્યો : વીડિયોના આધારે ફરિયાદ નોંધાય

લખનૌ તા. ૯ : ઉત્તર પ્રદેશમાં ચાલતી કારમાં બળાત્કારનો વીડિયો વાયરસ થયા બાદ પોલીસે મામલો દાખલ કરી ૩ની ધરપકડ કરી હતી. આ ઘટના ૬ મહિના પહેલાની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેમાં મહિલા સાથે દુષ્કર્મ અને મારપીટની વાત સામે આવી છે.

યુપીમાં સોશિયલ મીડિયા પર ચાલતી કારમાં ગેંગરેપનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયો જયારે જયપુર પોલીસને મળ્યો તો તેમણે તપાસ ચાલુ કરી છે. વીડિયોમાં મહિલા સાથે ગેંગરેપ થયાની ખરાઈ થઈ છે. આ વીડિયોમાં એક મહિલા તથા પુરુષોની સાથે અન્ય વ્યકિતઓનો અવાજ આવી રહ્યો હતો. સાથે આ એક વ્યકિતએ મહિલાને માર માર્યો હતો. પોલીસને આ અવાજ તેમના વિસ્તારના લોકો સાથે મળતી આવે છે. જે બાદ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે ચારે જિલ્લાના પોલીસ સ્ટેશનને વીડિયો ઓળખ માટે મોકલી આપ્યો છે.

પીડિતાની ઓળખ યુપી નિવાસી મહિલાના રુપમા થઈ છે. જે બાદ પોલીસને પીડિતાને જયપુર બોલાવી માનસરોવર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. પીડિતાએ કેસ દાખલ કરાવતા જણાવ્યું કે ૧૯ ઓકટોબર ૨૦૨૦ના તે ન્યૂં સાંગાનેર રોડ સ્થિત સાઈકૃપા હોટેલમાં રોકાઈ હતી. આ દરમિયાન મહિલાનો ઓળખીતો સંજૂ બંગાળીએ પૈસાની લાલચ આપી તેને યુવકો સાથે મોકલી દીધી. તે છોકરાએ યશ હોટેલની પાસે માંગ્યાવાસમાં એક કારમાં બેસાડી હતી.

કારમાં પહેલાથી ૪ લોકો હતા. કાર સવાર યુવકોએ મહિલાનો મોબાઈલ છીનવી દઈ અને મહિન્દ્રા સેજ તરફ લઈ જઈ બળાત્કાર કર્યો. આ દરમિયાન કારમાં બેસેલા અન્ય લોકોએ તેનો વીડિયો બનાવ્યો. બાદમાં ૨ યુવકો યુવતીને બીજી કારમાં લઈ ગયા. તેમણે પણ વારાફરતી રેપ કર્યો. આ કેસમાં ૧૨ લોકોએ રેપ કર્યો.

એડિશ્નલ પોલીસ કમિશનરે ૪ ડીસીપી સહિત ૧૦ આઈપીએસ અને ૪૦ સીઆઈની ટીમ બનાવી છે. જેમાં ૧૦૦ પોલીસકર્મીઓ સામેલ છે. મહિલા યુપીના હરદોઈની રહેવાસી છે. યુવતીએ કહ્યું કે વીડિયો બનાવી તેઓ બ્લેકમેલ કરવાનું કામ કરે છે. ગેંગે યુપીના એક યુવકનો વીડિયો બનાવી તેને પણ બ્લેકમેલ કર્યો છે. ગેંગે વીડિયો યુવકને મોકલી બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો તો તેણે વાયરલ કરી દીધો. હાલ પોલીસ આરોપીઓની શોધ કરી રહી છે.

(2:55 pm IST)