એન્ટિલીયાની બહાર વિસ્ફોટક રાખનારા શખ્સનો તસ્વીર સામે આવી : PPE કીટથી છુપાવ્યો ચહેરો
ઇનોવા કાર બીજી વખત ઘટના સ્થળે આવી હતી: કારમાં બેઠેલી વ્યક્તિ બીજી કારમાં બેસીને નીકળી ગયો હતો.
મુંબઈ : જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકોથી ભરેલી કાર મળી આવી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) આ ઘટનાની તપાસ કરી રહી છે. આ મામલે સંબંધિત એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર એ છે કે બંને વાહનો અંબાણીના ઘરની બહાર આવ્યા હતા. તેમાંથી એક સ્કોર્પિયો કાર હતી જે વિસ્ફોટકોથી ભરેલી હતી અને તેને અંબાણીના ઘરની બહાર પાર્ક કરી હતી, ત્યારે કારમાં બેઠેલી વ્યક્તિ બીજી કારમાં બેસીને નીકળી ગયો હતો. આ બીજું વાહન સફેદ રંગની ઈનોવા કાર હતી.
મળતી માહિતી અનુસાર, આ ઇનોવા કાર પણ બીજી વખત ઘટના સ્થળે આવી હતી. અને ઇનોવાના ડ્રાઇવરે તેની ઓળખ છુપાવવા માટે પી.પી.ઇ કીટનો ઉપયોગ કર્યો હતો. આ જ કારણ છે કે સીસીટીવી ફૂટેજમાં કાર ચાલકનો ચહેરો દેખાઈ શક્યો નહીં. આ ઇનોવા કાર મુંબઈમાં બે વાર આવી જતી અને તે બંને વખત મુકેશ અંબાણીના ઘરની બહારથી પસાર થઇ હતી.. આ નવી માહિતી તપાસ આગળ વધારવામાં મહત્વની સાબિત થઈ શકે છે.