મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

તમિલનાડૂ ચૂંટણી વાયદો : દરેક પરિવારને ફ્રિમાં 6 ગેસ સિલિન્ડર અને દરમહિને 1500 રૂપિયા

અગાઉ ડીએમકેએ દરેક રેશનકાર્ડ ધારક ગૃહિણીને 1000 રૂપિયા દર મહિને આપવા જાહેરાત કરી હતી

તમિલનાડૂની સત્તાવાદી પાર્ટી એઆઈએડીએમકેના સહ-સંયોજક અને રાજ્યના મુખ્યમંત્રી એડાપડ્ડી કે. પલાનીસ્વામીએ જાહેરાત કરી છે કે, દરેક પરિવારને એક વર્ષમાં છ ફ્રિ રસોઈ ગેસ (એલપીજી) સિલિન્ડર અને પરિવારની મહિલા-પ્રમુખને 1500 રૂપિયા પ્રતિમહિને આપવામાં આવશે.

ઉપમુખ્યમંત્રી પન્નીરસેલ્વમ અને પાર્ટીના અન્ય નેતાઓ સાથે મીડિયા સાથે વાત કરતાં મહિલા દિવસના દિવસે તેમને તે જાહેરાત કરી. સાથે જ તેમને જણાવ્યું કે, થોડા જ દિવસોમાં પાર્ટી ઘોષણાપત્ર રજૂ કરશે.

શું ઘોષણાપત્ર ડીએમકે દ્વારા હાલમાં કરવામાં આવેલી જાહેરાતોને જોઈને તૈયાર કરવામાં આવ્યો છે, જેમા સ્ટાલિને દરેક ગૃહિણીને પ્રતિ મહિને 1000 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી? આ પ્રશ્નનો જવાબ આપતા પલાનીસ્વામીએ કહ્યું કે, તેમની પાર્ટીનું ઘોષણાપત્ર પાછલા 10 દિવસોથી તૈયાર કરવાામાં આવી રહ્યો છે.તેમને કહ્યું, “કોઈ કારણોસર અમારૂ ઘોષણાપત્ર લીક થઈ ગયો.”

તમિલનાડૂમાં એપ્રિલમાં વિધાનસભા ચૂંટણી થવાની છે અને તેને જોતા રાજકીય પાર્ટીઓ એક પછી એક લોક-લોભાવણી જાહેરાતો કરી રહી છે.

આનાથી પહેલા ડીએમકે નેતા એમકે સ્ટાલિને જાહેરાત કરી હતી કે, જો ડીએમકે સત્તામાં આવે છે તો તેમની સરકાર દરેક રેશનકાર્ડ ધારક ગૃહિણીને 1000 રૂપિયા દર મહિને આપશે.

(10:34 am IST)