મુખ્ય સમાચાર
News of Friday, 9th March 2018

આધારકાર્ડના દુરુપયોગ બદલ એરટેલને પાંચ કરોડનો દંડ ફટકારાયો

કેવાયસી નિયમો અને પેમેન્ટ્સ બેંકે વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરતા આરબીઆઇની કાર્યવાહી

નવી દિલ્હી :આધારકાર્ડના દુરુપયોગ અને કેવાયસીના નિયમો અને પેમેન્ટ બેન્કના વ્યવહારના નિયમોના ઉલ્લંઘન બદલ રિઝર્વ બેન્કે એરટેલ પેમેન્ટ બેન્કને પાંચ કરોડનો દંડ ફટકાર્યો છે રિઝર્વ બેન્કે કંપની પર આ દંડ બેંકના દસ્તાવેજોની તપાસ કર્યા બાદ લગાવ્યો છે. તેમાં જાણવા મળ્યું કે ગ્રાહકોની પરવાનગી વિના લોકોના ખાતા ખોલવામાં આવ્યા હતા

   રિઝર્વ બેન્કે કહ્યું કે, ભારતીય રિઝર્વ બેન્કે 7 માર્ચ 2018 પર એરટેલ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડને 5 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે.તેના પર આ દંડ કેન્દ્રિય બેન્ક દ્વારા જારી કરવામાં આવેલા કેવાયસી નિયમો અને પેમેન્ટ્સ બેંકે વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરવા પર લગાવવામાં આવ્યો છે.

ગ્રાહકોની ફરિયાદ હતી તે તેમની મંજૂરી વિના જ એરટેલ પેમેન્ટ્સ બેંકે તેમના એકાઉન્ટ્સ ખોલી નાખ્યા. એરટેલના ગ્રાહકો જ્યારે પોતાના આધારને સિમ સાથે લિંક કરાવ્યું તો પેમેન્ટ્સ બેંકમાં તેમનું ખાતું ખોલી દેવામાં આવ્યું આ અહેવાલ પણ આવ્યા હતા જેના પર રિઝર્વે બેંકે 20-22 નવેમ્બર 2017 પર બેંકમાં તપાસ માટે નિરિક્ષણ કર્યું હતું.
   નિરિક્ષણ રિપોર્ટ મુજબ બેંકના દસ્તાવેજોમાં જાણવા મળ્યું કે, તેણે KYC નિયમો અને ચુકવણી બેંક ઓપરેટીંગ માર્ગદર્શિકાઓનું ધ્યાન રાખ્યું નહોતું. જે બાદ રિઝર્વ બેંકે 15 જાન્યુઆરીએ કંપનીને કારણ બતાવો નોટિસ પાઠવી હતી અને બેંકના જવાબનું આકલન કર્યા બાદ તેના પર આ દંડ લગાવવાનો નિર્ણય લેવાયો છે. એરટેલ પેમેન્ટ્સ બેંક પાછલા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થઈ હતી.

(1:27 am IST)