મુખ્ય સમાચાર
News of Friday, 9th March 2018

શમીની પત્ની હસીન જહાંનું ફેસબુક એકાઉન્ટ બ્લોક :ફેસબુકે બધા જ પોસ્ટ હટાવી દીધા :જ્હાએ કર્યા ચોંકાવનારા આક્ષેપ

 

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીના પત્ની હસીન જહાંનું ફેસબુક એકાઉન્ટ બ્લોક થયું છે અને ફેસબુકે તેના શમી વિરુદ્ધના બધા પોસ્ટ હટાવી દીધા છે શમી વિરુદ્ધ તેમની પત્ની હસીન જહાંએ મોરચો ખોલ્યો છે અને કોલકાતા બજાર પોલોસ સ્ટેશને કેસ નોધાવ્યો છે  હસીન જહાંએ દાવો કર્યો છે કે ફેસબુકે પણ શમીના વિરુદ્ધ કરેલા બધા પોસ્ટ હટાવી દીધા છે અને એકાઉન્ટ પણ બ્લોક કરી દીધું છે.

  જહાંએ જણાવ્યું કે, 'કોઈ પણ મને સહાય નથી કરી રહ્યું. કારણે મેં ફેસબુક પર પોસ્ટ શેર કરીને મારી વાત રખીં હતી. હવે ફેસ્બુકે મને બ્લોક કરી દીધો છે. એટલું નહિ તેમણે મારો વિચાર લીધા વગર બધી પોસ્ટ હટાવી દીધી છે. શા કારણે?' અને રાષ્ટ્રીય મહિલા આયોગ પણ કેસ પર પોતાની આંખ લગાવીને બેઠા છે.

હસીના જહાંએ એટલા માટે પોતાનું મૌન તૌડ્યું કારણ કે શમી આગામી સપ્તા તે પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કરવા માગતો હતો." હુસૈને પણ કહ્યું કે, શમીના આંતરાષ્ટ્રીય સેક્સ રેકેટ ચલાવનારા લોકો સાથે સંબંધ હોઈ શકે છે. હુસૈને દાવો કર્યો કે પાકિસ્તાની મહિલાએ શમીને રૂપિયા આપ્યા હતા. તેમણે કહ્યું, "હકીકત બધાની સામે આવી જોઈએ. આખરે શમીએ શા માટે દુબઈમાં રૂપિયા લીધા. BCCI તપાસ કરવી જોઈએ કે દુબઈમાં શમી પાસે રૂમમાં કોણ આવ્યું હતું."

   હુસૈને વધુમાં જણાવ્યું કે માનચેસ્ટરમાં એક જાણકાર દ્વારા શમીની પાકિસ્તાની મહિલા સાથે મુલાકાત થઈ હતી. ત્યાં મમૂદ ભાઈ નામના શખસે શમીની મુલાકાત મહિલા સાથે કરાવી હતી. જેમાં કુલદીપ સિંહ નામની એક વ્યક્તિ છે, જે ઈન્ટરનેશનલ સેક્સ રેકેટનો ભાગ છે, કુલદીપ રેકેટને મહિલાઓ સપ્લાય કરવાનું કામ કરે છે.

આટલું નહીં હુસૈને આગળ શમીની રમત સાથે જોડાયેલા ગંભીર આરોપો લગાવ્યા. હુસૈને દાવો કર્યો, મને લાગે છે કે અહીં કેટલાક મેચ ફિક્સિંગ સાથે જોડાયેલા રેકેટ પણ હોઈ શકે છે. બન્ને શખસો    જેમનું મે નામ લીધું છે તેમના તાર ઈન્ટરનેશનલ સેક્સ રેકેટ સાથે જોડાયેલા છે.' જ્યારે હુસૈને શમીના લગ્નેત્તર સંબંધો વિશે છવામાં આવ્યું તો તેમણે કહ્યું, "તેમના (શમી) ઘણી છોકરીઓ સાથે આડા સંબંધો છે. તેમનો પત્ની સાથેનો ખરાબ સંબંધ પહેલીથી હતો, પણ મારી ક્લાઈન્ટે તેને ચુપચાપ સહન કર્યો."

(11:49 pm IST)