મુખ્ય સમાચાર
News of Friday, 9th March 2018

પોતાની પ્રતિભાના જોરે વડાપ્રધાન મોદીને મળવા ઇચ્છુક છો ?:વાંચો કઈ રીતે મળશે યુવાઓને તક ?

સફળ પ્રતિયોગિઓને કેશ પ્રાઈઝ મળશે : બધી સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત 15 જુલાઈએ

નવી દિલ્હી :દેશના યુવાઓને પોતાની પ્રતિભાના જોંરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળવા તક સાંપડશે,યુવાનોને તક સરકારની વેબસાઈટ My Gov પર મળશે.જેમાં સૌથી પહેલા વેબસાઈટ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.પછી તે સરકાર દ્વારા જાહેર કરાયેલી પ્રતિયોગિતામાં ભાગ લઈ શકશે. સફળ પ્રતિયોગિઓને કેશ પ્રાઈઝ મળશે.હાલમાં આયુષ્માન ભારતને છોડીને ચાર પ્રતિયોગિતાઓ ચાલી રહી છે. બધી સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત 15 જુલાઈએ કરવામાં આવશ તેમણે પ્રધાનમંત્રીના હસ્તે પુરસ્કાર એનાયત કરાશે

 આઈઆરસીટીસી અંતર્ગત લોગો અને પંચલાઈન બનાવવાની સ્પર્ધાની છેલ્લી તારીખ 26 માર્ચ છે. તેમાં વિજેતાઓને 75 હજાર રૂપિયાનું રોકડ પુરસ્કાર મળશે.

 આઈઆરસીટીસીના અંતર્ગત આદર્શ વાક્ય સૂચન સ્પર્ધાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. સ્પર્ધાના વિજેતાને 50 હજારનું રોકડ ઈનામ આપવામાં આવશે.

 આઈઆરસીટીસી અંતર્ગત લોગો ડિઝાઈન સ્પર્ધાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. સ્પર્ધામાં વિજેતાઓને 1 લાખ રૂપિયા મળશે.

  સ્પર્ધા અંતર્ગત પ્રતિસ્પર્ધીઓને આઈઆરસીટીસીની જગ્યાએ નવું નામ શોધવાનું છે. સારા નામ સજેસ્ટ કરનારા પ્રતિભાશાળી યુવાનોને 1 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર મળશે. સ્પર્ધામાં ઓનલાઈન ભાગ લેવાની અંતિમ તારીખ 31 માર્ચ છે.

‘  નાઈલેટના નિર્દેશક રવિ શેખરે જણાવ્યું કે હાલમાં ખૂબ ઓછા પ્રતિસ્પર્ધીઓએ પોતાના સૂચનો મોકલ્યા છે. તેના વ્યાપક પ્રમાણમાં પ્રચાર અને પ્રસારની જરૂરિયાત છે. જેથી ગ્રામિણ સ્તરના પ્રતિભાશાળી યુવાનોને રાષ્ટ્રીય સ્તર પર ઓળખ મળી શકે.

(11:03 pm IST)