મુખ્ય સમાચાર
News of Friday, 9th March 2018

ઇન્ડિયા શાઇનીંગની જેમ 'અચ્છે દિન'નું પણ સૂરસૂરીયુ થશેઃ અમે વાપસી કરીશું

સોનિયા ગાંધીએ એક ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારોઃ વાજપેયી સરકારના કર્યા વખાણઃ રાહુલ ગાંધીને કહ્યા 'જવાબદાર પુત્ર'

નવી દિલ્હી તા. ૯ : કોંગ્રેસ નેતા અને યુપીએની ચેરપર્સન સોનિયા ગાંધીએ મોદી સરકાર અને ભાજપ પર નિશાન સાધ્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, લોકતંત્રમાં ચર્ચાની ખુલ્લી છુટ થવી જોઇએ. આજના સમયમાં સારા પ્રમાણમાં લોકો પાછળ છુટી રહ્યા છે. ઇતિહાસને બીજીવાર લખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

 

વિપક્ષને એકજુટ કરવાના પ્રયત્નો વચ્ચે કોંગ્રેસ નેતા અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સોનિયાએ એક ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યું કે, ૨૦૧૯માં તેઓનો પક્ષ સત્તામાં આવશે. સોનિયાએ કહ્યું કે, ૨૦૧૯માં તેઓના પક્ષનો મુખ્ય મુદ્દો મોદી સરકાર દ્વારા કરેલા વાયદા હશે. સોનિયાએ કહ્યું કે, 'અચ્છે દિનનો હાલ પણ ઇન્ડિયા શાઇનિંગ જેવો હશે.'

તેઓએ કહ્યું કે, આ સમયે દેશની રાજનીતિ એક અલગ દોરથી ગુજરી રહી છે. સંવિધાનના સિધ્ધાંતો પ્રહાર થઇ રહ્યો છે. સત્તામાં બેઠેલા લોકો ભડકાઉ નિવેદન આપી રહ્યા છે. જે ત્યાં બેઠેલા લોકોની વિપક્ષની રાજનીતિનો ભાગ છે તેનાથી અભિવ્યકિતની આઝાદી પર ખતરો વધી રહ્યો છે. દેશભરમાં વિરોધ ઉઠી અવાજોને દબાવાના પ્રયત્નો થઇ રહ્યા છે. તેઓએ કહ્યું ચુંટણી માટે લોકોને ભાગલા કરવાના પ્રયત્નો કરાઇ રહ્યા છે ત્યાં સુધી કે અમારા સોશ્યલ ડીએનએમાં પણ પરિવર્તનના પ્રયત્નો કરાઇ રહ્યા છે. આરટીઆઇ કાર્યકર્તાઓને નિશાના બનાવાય રહ્યું છે.

તેઓએ કહ્યું કે, દેશમાં રોજગારની સમસ્યા ગંભીર છે. ખેડૂતોની પરેશાની વધી રહી છે. આ અવાજોને ઉઠાવનારા રાજનૈતિક પક્ષોને તપાસ એજન્સીઓ દ્વારા દબાવાના પ્રયત્નો થઇ રહ્યા છે. સોનિયા ગાંધીએ નોટબંધીને દેશની અર્થવ્યવસ્થા માટે મોટો ઝટકો ગણાવ્યો. સંસદીય બહુમતને કોઇ પણ કરવાનું લાઇસન્સ માનવામાં આવી રહ્યા છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે, પક્ષ અધ્યક્ષનું પદ છોડયા બાદ હવે તેઓની પાસે વધુ સમય છે. તેઓ અનેક જવાબદારીમાં ચિંતામુકત થઇ છે. જોકે આ સમયમાં તેઓ રાજીવ ગાંધી સાથે જોડાયેલા જુના દસ્તાવેજોને જાણવા અને પરિવારની જવાબદારી નિભાવવામાં લાગી છે. રાહુલ ગાંધી વિશે પ્રશ્ન પૂછવા પર સોનિયા ગાંધીએ કહ્યું 'રાહુલ પોતાની જવાબદારી સમજે છે. જેવી રીતે દરેક વ્યકિતની કામ કરવાની પોતાની અલગ રીત હોય છે તેમ રાહુલ પણ પોતાની રીતથી કાર્ય કરી રહ્યા છે. જો તે કોઇ વિષય પર રાહુલ મારી સાથે ચર્ચા કરે છે તો હું તેમને સલાહ આપું છું. તેઓ નવા લોકોને લાવવા માંગે છે.'

આ દરમિયાન જ્યારે સોનિયા ગાંધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પૂછવામાં આવ્યું તો તેઓએ મજાકિયા અંદાજમાં કહ્યું, મેં સંપૂર્ણ રામાયણ વાંચી લીધી છે. હવે પૂછો છો કે સીતા કોણ હતા. તેઓએ કહ્યું કે, હું વડાપ્રધાનને કાર્યક્રમોમાં મળું છું વ્યકિતગત રીતે નથી ઓળખીત.

સોનિયા ગાંધીએ વાજપેયી સરકારના પ્રશંસાના ફુલ વેર્યા. તેઓએ કહ્યું કે, વિચાર મામલે ભલે તેઓનો પક્ષ વાજપેયી સાથે સંમત ન હોય પરંતુ વાજપેયી સરકારમાં સંસદીય પરંપરાઓ માટે ખૂબ જ સમ્માન હતું. આ મામલે મોદી સરકાર પાછળ રહી ગઇ છે.(૨૧.૩૪)

(3:50 pm IST)