મુખ્ય સમાચાર
News of Friday, 9th March 2018

રીડ એન્ડ ટેઇલર-એસ. કુમાર્સ દેવાળુ ફુંકવાની તૈયારીમાં

પ૦૦૦ કરોડ રૂ.ની લોન ચૂકવવા અંગે હાથ ઉંચા કરી દીધાઃ લોન આપનાર બેંકો તથા અન્યો ચિંતાતુરઃ એસ. કુમાર્સના પ્રમોટર નીતિન કાસલીવાલ વિલફુલ ડિફોલ્ટર જાહેર કરાયાઃ બેંકો વગેરેએ ઇન્સોલવન્સી પ્રોસીડિંગ્સ બંને કંપનીઓ સામે શરૂ કરી

નવી દિલ્હી તા.૯: પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં રોજેરોજ નવા નવા ફ્રોડ અને કૌભાંડો બહાર આવી રહ્યા છે. બેંકોના ૮ લાખ કરોડ રૂપિયા લોનોમાં ડૂબી ગયા છે. બેંકોને બુચ મારનારાઓમાં એક નવું નામ બહાર આવ્યું છે અને એ છે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન જેને એન્ડોર્સ કરે છે તે ફેશન બ્રાન્ડ રીડ એન્ડ ટેઇલર અને તેની પેરેન્ટ કંપની એસ. કુમાર્સનું નામ બહાર આવ્યું છે. આ બંને કંપનીઓ દેવાળુ ફૂંકવાની તૈયારીમાં છે. કારણ કે, આ બંને કંપનીઓ બેંકોની રૂ. પ હજાર કરોડની લોન ચૂકવવા અસમર્થ છે.આ બંને કંપનીઓ દેશવ્યાપી પ્રસાર ધરાવે છે અને આ બંને કંપનીઓ હવે બેંકકરપ્ટી  કોર્સ તરફ આગળ વધી રહી છે. એસ. કુમાર્સના પ્રમોટર નીતિન કાસલીવાલને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે અને તેથી રિઝોલ્યુશન પ્લાનમાં તેઓ ભાગ લઇ શકશેનહીં. આઇડીબીઆઇ બેંકે એસ. કુમાર્સ સામે રાષ્ટ્રીય સ્તરે ઇન્સોલવન્સી પ્રોસીડિંગ્સ હાથ ધરી છે. જ્યારે એડલ્વીસ એસેટ્સ રિઝોલ્યુશન કંપનીએ રીડ એન્ડ ટેઇલર એન્ડ ઇન્સોલવન્સી કોર્ટમાં લઇ ગઇ છે.  એક સિનીયર અધિકારીના જણાવ્યા પ્રમાણે બંને કંપનીઓ પાસે બેંકો રૂ.પ૦૦૦ કરોડ માંગે છે. હવે બંને કંપનીઓ માટે લેન્ડર્સ સર્વગ્રાહી ડેબિટ રિસ્ટ્રકચરીંગ પેકેજ તરફ નજર કેન્દ્રીત કરી રહ્યા છે.

 

 

 

(12:26 pm IST)