મુખ્ય સમાચાર
News of Friday, 9th March 2018

મહાપુરુષોની મૂર્તિઓ પર મહાભારત : દેશભરમાં રચવામાં આવી રહેલા 'ચક્રવ્યૂહ'ને શું પ્રધાનમંત્રી મોદી ભેદી શકશે?

વૈમ્નસ્યની વિચારધારા બદલાવી શકશે ? : આ હિંસક માહૌલથી ઉત્તપન થનારા દુષ્પરીણામોને પહેલાથીજ સમજી ચુક્યા હતા નરેન્દ્રભાઈ : ત્રિપુરાથી ભડકેલી હિંસા તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ સુધી પહોંચી : ગૌરક્ષકના નામે કરાયેલ ગુંડાગર્દી - બર્બરતાએ સામાજિક સૌહાર્દ પર ખરાબ અસર પાડી હતી ત્યારે પીએમએ મોડી પ્રતિક્રિયા આપી પરંતુ મૂર્તિની તોડફોડ મામલે ત્વરિત નારાજગી દર્શાવી છે

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાલની વિચારધારાથી એવું લાગી રહયું છે કે તેઓ ગુંડાઓને અરાજકતા ફેલાવવા છૂટ નહિ આપે પછી ભલે તે પોતાની પાર્ટીનો કોઈ કાર્યકર્તા અથવા પદાધિકારી હોય પરંતુ સખ્ત કાર્યવાહી કરશે દેશમાં આ દિવસોમાં મૂર્તિઓ પર મહાભારત છેડાયું છે અલગ અલગ ભાગોમાં મહાપુરુષોની મૂર્તિઓ સાથે તોડફોડના અહેવાલો મળે છે ત્રિપુરાથી ભડકેલી આ આગ તામિલનાદિ અને પશ્ચિમ બંગાળ પણ લપેટાયા છે વિચારધારાના વિરોધના બહાને થઇ રહેલી હિંસક ઘટનાઓથી લોકો ચિંતામાં મુકાયા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ ઘટનાઓ પર સખ્ત નારાજગી દર્શાવી છે તેઓએ આ મામલે ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે ગંભીર ચર્ચા કરી હતી ત્યારબાદ ગૃહમંત્રાલયે એડવાઈઝરી જાહેર કરતા તમામ રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે તે હિંસક ઘટનાઓને રોકવા માટે તમામ જરૂરી પગલાં ઉઠાવે.

ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરાયેલ બર્બરતાપૂર્ણ ઘટનાઓ અને રાજનીતિક પ્રતિસ્પર્ધીઓ અને સમૂહો દ્વારા બદલામાં કરાયેલ જવાબી કાર્યવાહી પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે મુસ્તૈદી વાપરીને પ્રતિક્રિયા આપી છે તે નોંધનીય છે.

આ આગાઉ કેટલાય બનાવો જેવા કે પોતાને ગૌરક્ષક બતાવતા લોકો દ્વારા કરાયેલ ગુંડાગર્દી અને હિંસા,ગૌરક્ષાના નામ પર મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોની હત્યા પર પણ મોદીએ જોરદાર પ્રતિક્રિયા આપી હતી તેઓએ આવી ઘટનાની નિંદા કરતા સબંધિત રાજ્યોની કાયદો અને સુરક્ષા માટે જવાબદાર એજન્સીઓને ગુંડાગર્દી અને અરાજકતા ફેલાવવાવાળા પર સખ્ત કાર્યવાહી કરવા કહ્યું હતું.

પરંતુ આ દરમિયાન મોદીએ પ્રતિક્રિયા આપવામાં એટલી તત્પરતા નહોતી બતાવી જેમ કે મૂર્તિ તોડવાની ઘટનાઓ પર વ્યક્ત કરી છે એ દિવસોમાં ગૌરક્ષકોની ગુંડાગીર્દી પર પ્રતિક્રિયા આપવાથી પહેલા મોદીએ પૂરતો સમય લીધો હતો એ વેળાએ ખુબ જોખી જોખીને તપાસીને વડાપ્રધાને મોઢું ખોલ્યું હતું અને પોતાના પક્ષ અને સરકારના વલણને સ્પષ્ટ કર્યું હતું.

ગૌરક્ષકોની હિંસા પર મોદીની તીખી પ્રતિક્રિયા અને સખત વલણની અસર પણ પડી હતી આ કારણથી ગૌરક્ષકોની ગૂંડાગર્દીમાં ખુબ ઘટાડો થયો હતો પરંતુ જ્યાં સુધી મોદીએ હસ્તક્ષેપ કર્યો ત્યાં સુધીમાં ખુબ નુકશાન થઇ ચૂક્યું હતું ગૌરક્ષકોની ગુંડાગીર્દીથી દેશના સામાજિક સૌહાર્દ પર ખરાબ અસર પડી હતી સાથે રાજનીતિક વિચારસરણીની દિશા અને દશા પણ બગડી ગઈ હતી.

ડાબેરીઓના ગઢ મનાતા ત્રિપુરામાં જીતના ઉન્માદમાં મૂર્તિઓની તોડફોડથી શિસ્તબંધ પાર્ટીની છબી ખરડાઈ  

સામાન્યપણે એવું મનાય રહયું છે કે વડાપ્રધાન મોદીએ ભૂતકાળ(ગૌરક્ષકોએ મચાવેલ ઉત્પાત ) થી શિખ મેળવી છે જોકે મોદી સમક્ષની હાલની સમસ્યા ભૂતકાળની સમસ્યાની તુલનાએ થોડી અલગ છે બર્બરતા અને અરાજકતાની આ ઘટનાઓથી શરૂઆત ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજયની ઉજવણીથી થઇ છે.

1978થી ડાબેરીઓના લાલગઢ રહેલા ત્રિપુરામાં ભાજપની જીત બાદ પાર્ટી કાર્યકર્તા પોતાનો સંયમ ખોઈ ચૂકયા અને વિચારધારાના વિરોધના નામ પર જોતજોતામાં રાજ્યમાં કેટલીક હિંસા શરુ થઇ ગઈ,સીપીએમ કાર્યકર્તાઓ અને સમર્થકોને નિશાન બનાવી લીધા,જયારે બેલોનીયા અને સબરૂમમાં રશિયન ક્રાંતિના નેતા લેનિનની મૂર્તિઓને તોડી નાખી.

અટલ બિહારી વાજપાઇ અને લાલકૃષ્ણ અડવાણીના યુગમાં ભાજપ ખુદને 'પાર્ટી વિથ ડિફરન્ટ 'કહીને ગર્વ કરતી હતી જોકે ભાજપ હજુ પણ શિસ્તબદ્ધતાનો દાવો કરે છે પરંતુ ત્રિપુરામાં જીત બાદ જે રીતે હિંસા અને બર્બરતા થઇ તેનાથી પાર્ટીના કાર્યકર્તાઓની શિસ્તબધ્ધતાની પોલ ખુલી ગઈ છે ચૂંટણીમાં જીત બાદ આવી અરાજકતા ફેલાવવી એ તો સમાજવાદી અને આરજેડીના કાર્યકર્તાઓની ઓળખ બની હતી.

કેન્દ્ર અને દેશના 21 રાજ્યોમાં ભાજપ અને તેની સહયોગી પાર્ટીનું શાસન છે એવામાં ભાજપ કદાપિ નહિ ઈચ્છે કે તેને પણ સમાજવાદી પાર્ટી અને આરજેડી જેવા પક્ષની શ્રેણીમાં રાખી દેવાય ,આ વાત ત્યારે વધુ મહત્વપૂર્ણ બને છે જયારે ભાજપ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઇ શાહના મજબૂત નેતૃત્વ પર ગર્વ કરતી દેખાઈ છે.

દેશમાં હિંસક અને અરાજકતાના માહોલથી સંભવિત દુષ્પરિણામોથી મોદી પહેલા જ વાકેફ થઇ ચુક્યા છે  

મૂર્તિઓમાં તોડફોડની ઘટનાથી નારાજ વડાપ્રધાન મોદીએ હિંસક અને અરાજકતાના હાલતની સમીક્ષા બાદ જયારે ગૃહમંત્રાલયને જરૂરી નિર્દેશ આપ્યા।સરકારી સૂત્રોએ આ જાણકારી મીડિયા સુધી પહોંચાડવામાં વિલંબ ના કર્યો।આ વાતથી સંકેત મળે છે કે મોદીએ પરિસ્થિતિને કેટલી ગંભીરતાથી લીધી છે આ વાતથી એ પણ સ્પષ્ટ થાય છે કે મોદી આ ઘટનાથી સંભવિત દુષ્પરિણામોને સમય પહેલા સમજી લીધા છે 

એક સત્તાવાર સૂત્ર મુજબ વડાપ્રધાનએ દેશના કેટલાક હિસ્સામાં હિંસા અને બર્બરતાની ઘટનાની કડક નિંદા કરી છે તેઓએ કહ્યું કે દોષીઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરાશે દેશના કેટલાક ભાગોમાં મૂર્તિની ભાંગફોડની ઘટનાની જાણકારી આવી છે પ્રધાનમંત્રીએ આ સબંધે ગૃહ મંત્રી રાજનાથસિંહ સાથે વાત કરીને આ પ્રકારની ઘટના પર નારાજગી વ્યક્ત કરી હતી ગૃહમંત્રાલયે હિંસા અને બર્બરતાની આવી ઘટનાઓને ગંભીરતાથી લીધી છે.

રાજ્યોને કહેવાયું છે કે તે આવી ઘટનાઓને રોકવા જરૂરી તમામ પગલાં ઉઠાવે ગૃહમંત્રાલયે એવું પણ કહ્યું છે કે હિંસા અને ઉપદ્રવમાં સામેલ લોકો સાથે સખ્તીથી કામ ચલાવવું જેપીએ અને તેના વિરુદ્ધ યોગ્ય કાનૂની કાર્યવાહી કરવી જોઈએ.

ત્રિપુરામાં વામપંથી સામે ભાજપની લડાઈ ખુભ જ તીખી રહી હતી જેથી ચૂંટણીમાં જીત બાદ ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકોની લાગણી તીવ્ર બની જેના પગલેતેઓએ રાજ્યમાં વામપંથની ઉપસ્થિતિના પ્રતીક એટલે કે લેનિનની મૂર્તિની ઘ્વસ્ત કરી નાખી.

અલબત્ત લેનિન કોઈ ભારતીય મહાપુરુષ કે પ્રતીક નથી ભારતમાં લેનિન પર શ્રદ્ધા ભાવ રાખનારા લોકોની સંખ્યા વધુ નથી પરન્તુ માત્ર માકર્સવાદી દર્શનને માનવાવાળા સુધી સીમિત છે માકર્સવાદ-લેનિનવાદનો એક ઐતિહાસિક તથ્ય છે કે રશિયાની ક્રાંતિ બાદ 1917માં સતાની ખનકમાં પ્રયોજીતરીતે ભયંકર રક્તપાત થયો હતો.

ત્રિપુરાથી શરુ થયેલ હિંસક સમસ્યા આટલી વિકરાળ કેમ બની ?

ત્રિપુરાના કેટલાક ભાગોમાં હિંસા અને અરાજકતા જો માત્ર લેનિનની મૂર્તિ સુધી સીમિત હતી તો તેને ઉશ્કેરાયેલ ટોળાની કરતૂત કહેવી જોઈએ આવા કોઈપણ મામલામાં કાયદાના ધારાધોરણ મુજબ કાર્યવાહીની જરૂર છે.

પરંતુ મહાન દ્વવિડ નેતા ઈ,વી,રામાસામી પેરિયારનું નામ ઘસીટવાથી આ સમસ્યા વધુ ગંભીર બની હતી,લેનિનની મૂર્તિના મામલામાં પેરિયારનું નામ સામેલ કરવાની ભૂલ ભાજપના એક ઉત્સાહી નેતા એચ,રાજાએ કરી,એક ફેસબુક પોસ્ટ મારફત એચ,રાજાએ કહ્યું કે ત્રિપુરામાં લેનિનની મૂર્તિઓ બાદ હવે તામિલનાડુમાં પેરિયારની મૂર્તિઓને ગબડાવી દેવાઈ શકે છે.

એચ,રાજાનો તર્ક અને નિવેદન ભાજપના નેતૃત્વની ધારણા અને સમજથી ઉપર હતો,એટલે પાર્ટી તરફથી તુરત એચ,રાજા રાજાને પોતાની ફેસબુક પોસ્ટ હટાવવું અને નિવેદન માટે માફી માંગવાની સૂચના અપાઈ,એચ,રાજાએ એમ જ કર્યું,પરંતુ ત્યાં સુધી વાત બગડી ચુકી હતી અને જે નુકશાન થવાનું હતું તે થઇ ચૂક્યું હતું.

વેલ્લુરના તિરુપત્તુર તાલુકાથી અહેવાલ આવ્યા કે બે લોકોએ પેરિયારની મૂર્તિમાં તોડફોડ કરી છે આરોપીઓમાંથી એક ભાજપનો સમર્થક છે જયારે બીજો તેનો મિત્ર છે અને માર્ક્સવાદી વિચારધારાવાળો છે બંનેને પોલીસે ધરપકડ કરી લીધી છે.

એચ,રાજાએ માફી માંગવા છતાં પેરિયારની મૂર્તિ તોડવાની ઘટના તામિલનાડુમાં મુખ્ય રાજકીય મુદ્દો બની ગયો,જોકે નિઃસંદેહ ભાજપ માટે સારા સમાચાર નથી,તેના ડેમેજ કન્ટ્રોલ માટે પાર્ટી હરસંભવઃ પ્રયાસ કરે છે.

મામલાની ગંભીરતા જોતા ખુદ ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહને મેદાનમાં ઉતરવું પડ્યું છે અમિતભાઇ શાહે ટ્વીટ કરી કહ્યું છે કે ''મેં તામિલનાડુ અને ત્રિપુરાની પાર્ટી એકમો સાથે વાત કરી છે અને ભાજપ સાથે સંકળાયેલ કોઈ વ્યક્તિ જો કોઈ મૂર્તિની તોડફોડ કરવામાં સામેલ હશે તો તેને પાર્ટી તરફથી ગંભીર કાર્યવાહીનો સામનો કરવો પડશે.

એક વધુ ટ્વીટ કરતા અમિતભાઇ શાહે કહ્યું કે ''ભાજપ હંમેશા નિષ્કપટ અને રચનાત્મક રાજનીતિના આદર્શો માટે પ્રતિબંદ્ધ રહેશે પોતાના આ આદર્શોના માધ્યમથી અમે ન માત્ર લોકોના જીવનને સકારાત્મક રૂપથી પ્રભાવિત કરી શકીએ છીએ બલ્કે નવા ભારતનું નિર્માણ પણ કરી શકીએ છીએ.

મહાપુરુષોની મૂર્તિઓ પર હુમલાએ ભાજપના નેતૃત્વને ચિંતામાં મૂક્યું છે જયારે ભાજપના રાજનીતિક હરીફોના કાર્યકર્તાઓએ આ મામલામાં બદલો લેવાનું શરુ કરી દીધું છે સૌથી પહેલી ખબર આવી પશ્ચિમ બંગાળમાંથી જ્યાં જનસંઘ (ભાજપના પૂર્વાવતાર )ના નેતા શ્યામા પ્રસાદ મુખર્જીની મૂર્તિ કાળી શાહી ચોપડી દીધી,ત્યારબાદ કોયમ્બતૂરથી અહેવાલ આવ્યા કે ભાજપ મુખ્યાલય પર પેટ્રોલબોમ્બથી હુમલો કરાયો.

વિચારધારાના નામે વૈમનસ્ય :ભાજપ માટે આટલી બધી ચિંતાજનક કેમ છે ? : પૂર્વ-દક્ષિણ રાજ્યોનું કેવું છે કનેક્શન 

વિચારધારાના નામે વૈમનસ્ય એવા સમયે થઇ રહ્યું છે જયારે ભાજપ પૂર્વ અને દક્ષિણના કાંઠાળ રાજ્યોમાં પગ પ્રસરાવવા કોશિશ કરી રહ્યું છે તેમાં પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ,તામિલનાડુ,કેરલ અને કર્ણાટક જેવા રાજ્યો સામેલ છે તેમાં કર્ણાટક સિવાય તમામ રાજ્યોમાં ભાજપની ઉઅપસ્થિતિ મામૂલી છે અથવા નગણ્ય છે.

પૂર્વોત્તરના રાજ્યોમાં તાજેતરની જીતથી ભાજપ ઉત્સાહિત છે ખાસકરીને ઈસાઈ પ્રભુત્વવાળા નાગાલેન્ડ અને બંગાળી પ્રભુત્વવાળા ત્રિપુરામાં મળેલ જનાદેશએ પાર્ટીને પાંખો આપી છે એવામાં ભાજપના નેતૃત્વને આશા છે કે પક્ષને પૂર્વ અને દક્ષિણ ભારતમાં પણ મજબૂત પકડ જમાવવા સફળતા મળશે.

નવી દિલ્હીમાં ભાજપના નવા મુખ્યાલયમાં પૂર્વોતરના વિજયની ઉજવણી દરમિયાન મોદીએ અજાનની અવાજ સાંભળીને પોતાનું ભાષણ થોડો સમય માટે રોકી દીધું હતું આ સમયે મોદીનું ભાષણ ટેલિવિઝન ન્યુઝ ચેનલો મારફત સમગ્ર દેશમાં લાઈવ ટેલિકાસ્ટ થતું હતું,અજાન સાંભળીને મૌન રહીને મોદીએ જનતાને સંદેશ આપવાની કોશિશ કરી છે કે તેઓ તમામ સમુદાયોના ધાર્મિક વિશ્વાસ અને પ્રથાઓનું સન્માન કરે છે.

વડાપ્રધાન મોદીની વર્તમાન વિચારધારાથી એવું મનાય રહયું છે કે તેઓ ગુંડાઓને અરાજકતા ફેલાવાની છૂટ અપાશે નહીં,ભલે તે પોતાની પાર્ટીનો કાર્યકર્તા અથવા પદાધિકારી હોય પરંતુ કડક હાથે કામ લેશે કારણ કે મોદી નથી ઇચ્છતા કે દેશના તમામ સમુદાયો અને જાતીય સમૂહો પર પક્કડ બનાવવાના તેના પ્રયાસમાં કોઈ ગ્રહણ લાગે.

ચૂંટણી હાર-જીત અને રાજનીતિક નફા-નુકશાનથી ઉપર ઉઠીને વડાપ્રધાન તરીકે મોદીથી એવી આશા કરાઈ રહી છે કે તેઓ પદની ગરિમા યથાવત રાખીને પોતાનું વલણ સ્પષ્ટ કરે,મોદીને પોતાના પગલાંથી એ પણ જણાવવું જોઈએ કે દેશના બંધારણ અને કાનૂન સર્વોપરી છે તેઓએ રાજકીય આચળો ઓઢેલા ગુંડા અને અરાજક તત્વોને બેનકાબ કરવા પડશે જોકે હાલમાં મોદી આમ કરતા નજરે પડે છે.

(11:39 pm IST)