મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

પ્રથમ વિશ્વયુધ્‍ધમાં યુ.એસ. વતી લડનારા તથા શહીદ થયેલા ઇન્‍ડિયન અમેરિકન્‍સઃ પંજાબના વતની ઇન્‍ડિયન અમેરિકન યુવાન ૨૧ વર્ષીય તનવીર કાલોએ હાથ ધરેલુ સંશોધન

ન્‍યુયોર્કઃ ૧૯૧૪ની સાલમાં થયેલા પ્રથમ વિશ્વયુધ્‍ધ વખતે યુ.એસ. વતી લડનારા તથા શહીદ થયેલા ઇન્‍ડિયન અમેરિકન સૈનિકો વિશે સંશોધન કરવાનું ભગીરથ કાર્ય ઇન્‍ડિયન અમેરિકન યુવાન ૨૧ વર્ષીય શ્રી તનવીર કાલોએ હાથ ઉપર લીધુ છે.

પંજાબના વતની તથા ન્‍યુયોર્કની સેન્‍ટ લોરેન્‍સ યુનિવર્સિટીના સિનીયર શ્રી તનવીરએ  આ માટે પ્રાથમિક તબક્કે માહિતી મેળવવાનું શરૂ પણ કરી દીધુ છે. જે મુજબ તે સમયે યુ.એસ.ના લશ્‍કરમાં વર્ણ તથા વંશના આધારે સૈનિકો ઓળખાતા હતા.  જેમા વ્‍હાઇટ, હિન્‍દુ,કલર્ડ,ઇસ્‍ટ ઇન્‍ડિયન્‍સ, મલેશીઅન, વિગેરે ભેદ સાથે નોંધણી થતી હતી. જેમને પ્રથમ વિશ્વયુધ્‍ધ પહેલા નાગરિકત્‍વ મળ્‍યુ હતું. જે યુધ્‍ધ પુરૂ થયા પછી માત્ર વ્‍હાઇટ ને જ ચાલુ રખાયુ હતુ. બાદમાં ઘણા સંઘર્ષ પછી તેઓને નાગરિકત્‍વ અપાયુ હતુ.

શ્રી તનવીરનું સંશોધન આગળ જતા બીજા વિશ્વયુધ્‍ધ તેમજ કોરીઆ સહિતના યુધ્‍ધોમાં ભાગ લેનાર ઇન્‍ડિયન અમેરિકન્‍સ વિશે પણ આગળ વધારવામાં આવશે. તેમજ બીજા રાષ્‍ટ્રોમાં પણ ભારતીયોએ લશ્‍કરમાં આપેલી સેવાઓનો તેઓ અભ્‍યાસ કરી સંશોધન કરશે.

(9:48 pm IST)