મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

ઇન્‍કમ ટેક્સ ડિપાર્ટમેન્‍ટ દ્વારા ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવામાં નવો નિયમઃ પ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે

નવી દિલ્હીઃ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આઇટી રીટર્ન મોડુ ભરવાના નિયમમાં ફેરફાર કર્યો છે. હવે મોડુ ફાઇલ કરનારા રિટર્નમાં માત્ર એક વર્ષનો સમય જ મળશે. જો કે આ વર્ષે બે નાણાકીય વર્ષ માટે કોઇપણ દંડ વગર બે રીટર્ન ભરી શકો છો.

નાણાકીય વર્ષ 2015-16 અને 2016-17નું જો તમે આઇટી રીટર્ન ભરવાનું ભૂલી ગયા છો તો તમને 5 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આ બંને નાણાકીય વર્ષનું રીટર્ન ભરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2018 છે.

નાણામંત્રાલય તરફથી ફાઇનાન્સ એક્ટમાં આઇટીઆર ફાઇલ કરવાને લઇને ફાઇનાન્સ એક્ટ 2016માં ઘણા ફેરફાર કરવામાં આવેલ છે. સેકશન 139 (4) મુજબ હવે ટેક્સ પે કરનાર માત્ર નાણાકીય વર્ષની સમાપ્તિના એક વર્ષ બાદનું જ રીટર્ન ફાઇલ કરી શકશે.

અગાઉ ટેકસ પે કરનાર બે વર્ષ સુધી જુનું રિટર્ન ફાઇલ કરી શકતા હતા. આમ આ નિયમ મુજબ જો જે લોકોએ માર્ચ 2017 સુધી પોતાનું રીટર્ન ફાઇલ નહી કર્યું હોય તેઓ માત્ર 31 માર્ચ 2018 સુધીનું જ રીટર્ન ફાઇલ કરવાનો સમય મળશે. જો 31 માર્ચ પછી રીટર્ન ફાઇલ કરશે તો સેકશન 271એફ અનુસાર 5 હજાર રૂપિયાનો દંડ આપવો પડશે.

જો તમે રીટર્ન મોડુ ફાઇલ કરો છો તે તેમાં સુધારો પણ કરી શકો છો. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 31 માર્ચ 2017 પુરુ થયેલ નાણાકીય વર્ષને રીટર્નમાં 31 માર્ચ 2018 સુધીનો સુધારો કરી શકે છે.

(8:37 pm IST)