મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસની સ્‍થિતિ કફોડીઃ રાહુલ ગાંધીઅે સૂચવેલા નામ કર્ણાટક કોંગ્રેસના હોદ્દેદારોઅે નામંજૂર કર્યા

નવી દિલ્હીઃ આગામી સમયમાં યોજાનાર રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસની સ્‍થિતિ કફોડી થઇ ગઇ છે. અને કર્ણાટક કોંગ્રેસે રાહુલ ગાંધીઅે સૂચવેલા નામો નામંજૂર કરી દીધા છે. જેના કારણે કોંગ્રેસ પક્ષને નુકસાન થવાની શક્યતા છે.

રાહુલ ગાંધીએ પોતાના ખાસ અને ગાંધી પરિવારના નજીકના માનવામાં આવતા સામ પિત્રોડા અને પાર્ટીના મહાસચિવ જનાર્દન દ્વિવેદીને સરળતાથી રાજ્યસભામાં મોકલવા માટે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને તેના રાજ્યોમાં આ બંન્ને માટે રસ્તો કરવા માટે અનુરોધ કર્યો હતો. પરંતુ આ પ્રસ્તાવનો કર્ણાટક કોંગ્રેસે સ્વીકારવાની મનાઇ કરી છે. 

કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષે આ પ્રસ્તાવને ફગાવ્યા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી નવો વિકલ્પ શોધવા મજબૂર થયા છે. હવે રાહુલ ગાંધીએ સામ પિત્રોડાને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવા માટેની ભલામણ કરી છે. આ અંગે દિલ્હીમાં મળેલી સિદ્ધાંરમૈયાએ રાહુલ ગાંધીને જણાવ્યું હતું કે આ વર્ષે રાજ્યમાં ચૂંટણી છે તેથી કર્ણાટકમાંથી કોઇ રાજ્ય બહારના વ્યક્તિને રાજ્યસભામાં મોકલવામાં આવે તો આગામી વિધાનસભામાં પાર્ટીને નુંકસાન પહોંચાડી શકે છે. 

તેથી હવે રાહુલ ગાંધી માટે સામ પિત્રોડાને રાજ્યસભામાં મોકલવા માટેની તક ગુજરાતમાં છે. અહીંથી કોંગ્રેસના 2 સભ્યો જ રાજ્યસભામાં જઇ શકાશે. જેમાં સામ પિત્રોડા હવે ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવશે. જ્યારે આ સિવાય ગુજરાત માંથી રાજ્યસભા માટે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોંલકીને મોકલવામાં આવે તેવી શક્યતા છે.

(7:59 pm IST)