મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

ISI માર્ક વગરના હેલ્મેટ પર પ્રતિબંધ મૂકાશેઃકાયદો તોડનારને દંડ

ISI માર્ક વાળા હેલ્મેટ જરૂરી

નવી દિલ્હી, તા.૮ : ISI માર્ક વગરના હેલ્મેટને લઈને સરકારે કડક પગલું ભર્યું છે. આ વર્ષના અંતમાં ISI માર્ક વગરના હેલ્મેટ વેચવા ગુનો બનશે. આ સાથે ISI માર્ક વગરના હેલ્મેટનો ઉપયોગ કરનારા સામે પણ કડક પગલાં ભરવામાં આવશે.

સરકારે તમામ હેલ્મેટ નિર્માતા કંપનીઓને BIS એટલે કે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ ભારતીય સુરક્ષા સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને સર્ટિફિકેશન મેળવવું જરૂરી કરી દીધું છે. સરકારે આ પગલું રોડ અકસ્માતની ઘટનાઓને ઓછી કરવાની કોશિશોને ધ્યાન રાખીને ઉઠાવ્યું છે.

એક સિનિયર મંત્રાલયના અધિકારીએ બુધવારે કહ્યું કે, 'ગ્ત્લ્ સુપ્રીમ કોર્ટ પેનલને રોડ સુરક્ષાને લઈને સૂચિત કર્યું કે તે પોતાની પ્રક્રિયાને ૬ મહિનામાં પૂર્ણ કરી લેશે.' આ પ્રસંગે નિતિન ગડકરી અને ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર હતા. તેમણે એક મોબાઈલ એપ અને ડ્રાઈવર ટ્રેનિંગ સ્કીમ લોન્ચ કરી જેથી માર્ગ અકસ્માતમાં થનારા મૃત્યુ નજર રાખી શકાય.

ISI માર્ક વગરના હેલ્મેટ ઉપયોગ કરનારા લોકો પર પણ કાયદાનું ઉલ્લંઘન કરવાનો હાઈ પેનલ્ટી ચાર્જ લાગશે. BISના સ્ટાન્ડર્ડ મુજબ ISI માર્ક વગરના હેલ્મેટ ગુનો છે. ISI માર્ક વગરનું હેલ્મેટ પહેરીને વાહન ચલાવનારને મેમો મળી શકે છે. હાફ હેલ્મેટ સ્વીકાર્ય છે, પણ શરત એટલી કે તેના પર ISI માર્ક હોય.

(4:29 pm IST)