મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

કેરળમાં ખુલી નવી રેસ્ટોરાં: મરજી હોય એટલું ખાઓ, મરજી હોય એટલું ચુકવો

કોચી તા. ૮ : આપણે ત્યાં ગરીબોને પણ પરવડે એવી ૪૦ થી પ૦ રૂપિયામાં થાળી પીરસતી રેસ્ટોરાંઓ છે. જો કે બે દિવસ પહેલાં કેરળમાં નવી  ખુલેલી એક રેસ્ટોરામાં છે. જો કે બે દિવસ પહેલાં કેરળમાં નવીખુલેલી એક રેસ્ટોરામાં કંઇ પણ ખાઓ અને કંઇ પણ ચુકવો એવો મંત્ર છે. કેરળના અલપ્પુઝા જિલ્લામાં જનકીય ભક્ષણશાળા એટલે કે જનતા ભોજનાલય  નામે રેસ્૭ોરાં ખુલી છે જેનો મંત્ર છે તમારે જેટલું ખાવુ હોય એટલું ખાઓ અને તમે જેટલી આપી શકો એમ હો એટલું આપો. તમે અહીં મરજીના માલિક છો. જો તમે એક રૂપિયો પણ આપી શકો એમ ન હોય અથવા તો આપવો ન હોય તો તમે ખાધા પછી હાથ હલાવતા કંઇ જચુકવ્યા વિના ત્યાંથીનીકળી શકો છો. આ રેસ્ટોરાં કેરળ સ્ટેટ ફાઇન્નેશ્યલ એન્ટરપ્રાઇઝના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી ફન્ડથી સંચાલિત છે અને ભુખમુકત રાજય બનાવવાના ઉદેશથી શરૂ કરવામાં આવી છે. ત્રીજમાર્ચે આમ જનતા માટે શરૂ થયેલી આ રેસ્ટોરામાં કોઇ કેશિયર કે બિલ બનાવનાર કે લેનાર નથી. કાઉન્ટર પર પડેલા બોકસમાં તેઓ જે ઇચ્છે એ રકમ નાખી શકે છે. જેમની પાસે પૈસા નથી તેઓ ભરપેટ ખાવાનું ખાઇને કશું જ ડબ્બામાં ન નાખે તો પણ ચાલે. આ રેસ્ટોરાંના કિચનમાં રોજ ર૦૦૦ લોકોનું ખાવાનું તૈયાર થઇ શકે છે. બે માળના ભોજનાલયમાં વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ પણ છે.

(11:42 am IST)