મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

ભારતમાં પુરૂષો કરતા મહિલાઓનો પગાર ૨૦ ટકા ઓછો

પુરૂષ કલાક દીઠ રૂ. ૨૩૧ કમાય છે અને મહિલા રૂ. ૧૮૪.૮ કમાય છે

નવી દિલ્હી તા. ૮ : ભારતમાં પુરુષોની સરખામણીએ મહિલાઓનો પગાર ૨૦ ટકા ઓછો છે. તાજેતરના અહેવાલમાં આ મુજબ જણાવવામાં આવ્યું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પગાર નક્કી કરવામાં કર્મચારી પુરુષ છે કે મહિલા છે, તે ખાસ મહત્વ ધરાવે છે.

 

મોન્સ્ટર સેલેરી ઈન્ડેકસ (એમએસઆઈ) નામ સાથે આ અહેવાલ પ્રસિદ્ઘ કરાયો છે. અહેવાલ મુજબ પુરુષ કલાક દીઠ રૂ. ૨૩૧ કમાય છે અને મહિલા રૂ. ૧૮૪.૮ કમાય છે. મોન્સ્ટર.કોમના સીઈઓ અભિજીત મુખરજીએ જણાવ્યું હતું કે ૨૦ ટકાનું અંતર સાચેસાચે ખુબ જ વિશાળ છે. અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે આ અંતરમાં ક્રમશ ઘટાડો થઈ રહ્યો છે.

મોન્સ્ટર.કોમના આ સર્વેમાં ૫,૫૦૦ મહિલાઓ અને પુરુષોને આવરી લેવામાં આવ્યા હતાં. સર્વેમાં આવરી લેવાયેલા ૩૬ ટકા લોકોએ ભેદભાવનો સ્વીકાર કર્યો છે અને કહ્યું હતું કે આમ થવું ન જોઈએ. સર્વે માટે મોન્સ્ટર.કોમે પેચેક.ઈન અને આઈઆઈએમ, અમદાવાદની પણ મદદ લીધી હતી.

(10:02 am IST)