મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

યુ.એસ.માં ઓહિયો સ્‍ટેટ ટ્રેઝરરની પ્રાઇમરી ચૂંટણી માટેની રેસમાંથી શ્રી નિલ પટેલ બહારઃ મે મહિનામાં યોજાનારી ચૂંટણીમાં સામેલ થવા જરૂરી ઓછામાં ઓછી ૧૦૦૦ સમર્થકોની સહીઓ નહીં મેળવી શકતા ઉમેદવારી અમાન્‍ય

ઓહિયોઃ અમેરિકામાં ઓહિયોના સ્‍ટેટ ટ્રેઝરર તરીકેના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી નિલ પટેલની ઉમેદવારી અમાન્‍ય થઇ છે. પ્રાઇમરી ચૂંટણી માટેની જરૂરી ઓછામાં ઓછી એક હજાર અધિકૃત સહીઓ તેઓએ ન મેળવી હોવાથી તેમનું ઉમેદવારી પત્રક રદ્દ થયું છે. શ્રી પટેલના જણાવ્‍યા મુજબ તેમણે ભેગી કરેલી સહીઓમાં માત્ર ૪૦ ઓછી હતી. આમ હવે તેઓ મે મહિનામાં યોજાનારી પ્રાઇમરી ચૂંટણીની રેસમાંથી નીકળી ગયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:07 pm IST)