મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

યુ.એસ.માં ન્‍યુયોર્કના બીજા નંબરના કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવતા શ્રી કેવિન થોમસઃ ઇન્‍ડિયન અમેરિકન એટર્ની શ્રી થોમસ લોંગ આઇલેન્‍ડના આર્થિક વિકાસ સાથે નવી રોજગારીના નિર્માણ સહિત વિવિધ મુદે ડેમોક્રેટ ઉમેદવાર તરીકે મેદાનમાં

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં ન્‍યુયોર્કના બીજા નંબરના કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટમાંથી ઇન્‍ડિયન અમેરિકન એટર્ની શ્રી કેવિન થોમસએ ઉમેદવારી નોંધાવી છે.

ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા ઉત્‍સુક શ્રી થોમસ તમામ લોકોને સમાન તક અપાવવા, જરૂરિયાતમંદોના પ્રશ્નોને વાચા આપવા, નવી રોજગારીનું નિર્માણ કરવા, લોંગ આઇલેન્‍ડનો આર્થિક વિકાસ કરવા, એફોર્ડેબલ કેર એકટ, હેલ્‍થકેર, સામાજીક સલામતિ સહિતના મુદાઓ ઉપર વિજયી થવા આશાવાદી છે.

તેઓ ન્‍યુયોર્ક સ્‍ટેટ એડવાઇઝરી કમિટીમાં  યુ.એસ.કમિશન ઓન સિવિલ રાઇટસ દ્વારા નિમાયેલા છે. તેમની સાથે અન્‍ય ૩ ડેમોક્રેટ ઉમેદવારો પણ રેસમાં છે. પ્રાઇમરી ચૂંટણી ૧૨ એપ્રિલના રોજ યોજાશે. જેમાં વિજેતા થનાર ઉમેદવાર નવેં. ૨૦૧૮માં યોજાનારી આખરી ચૂંટણીમાં વર્તમાન રિપબ્‍લીકન કોંગ્રેસમેન સામે ટક્કર લેશે.

(11:06 pm IST)