મુખ્ય સમાચાર
News of Thursday, 9th February 2023

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ-૩૬૩

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

પડકાર

તમે તમારી અંદર જવાની શરૂઆત કરો તે પહેલા તમે તમારી જાતને જાણતા નથી તમે તમારા અસ્‍તીત્‍વના એક નાનકડા ભાગ સાથે જ જીવતા હતા તમે પાણીના એક નાનકડા બુંદ સાથે જ જીવતા હતા અને તમારૂ અસ્‍તીત્‍વ એક સમુદ્ર જેવું છે તમે વૃક્ષના એક પાનને જ ઓળખાતા હતા પરંતુ આખુ વૃક્ષા તમારૂ છે.

હા, આ ખૂબજ વિચિત્ર છે કારણ કે વ્‍યકિત વિસ્‍તૃત થવાની શરૂઆત કરે છેનવી વાસ્‍તવીકતાઓને સ્‍વીકારવી પડશે દરેક ક્ષણે વ્‍યકિત સામે એવી હકીકતો સામે આવશે જે પહેલા તેને ખબર ના હતી તેથી દરેક ક્ષણ વિચલીત કરશે અને આ અરાજકતા સતત રહેશે. તમે કયારેય સ્‍થીર નહી થાવ તમે કયારેય ચોકકસ નહી બની શકો કારણ કે કોને ખબર છે કે હવે ેપછીની ક્ષણે શુ થવાનું છે ?

આથી જ લોકો અંદર જતા નથી. તેઓ એક સ્‍થીર જીવન જીવે છે તેઓએ તેમના અસ્‍તીત્‍વની એક નાનકડી જમીન બનાવી લીધી છે અને ત્‍યા એક ઘર બનાવી લીધું છે તેઓએ આંખો બંધ કરી લીધી છે. અને મોટી વાડ અને દિવાલો પોતાની આસપાસ બનાવી લીધી છે. તેથી તેઓ વિચારે છે ‘‘આ જ બધુ છે.'' અને દિવાલની પેલે પાર એક વાસ્‍તવિક દુનીયા તેની રાહ જુએ છે આ જ પડકાર છે.

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(11:48 am IST)