લગ્ન બાદ કપલે શેર કર્યો સુહાગરાતનો વીડિયો
અશ્લિલતા નહીં દેખાડા : ભડકેલા લોકો બોલ્યા, કંઇક તો શરમ રાખો
પણજી તા. ૯ : સોશિયલ મીડિયામાં છવાઈ જવા લોકો જાતજાતના હથકંડો અપનાવતા હોય છે. કેટલાક તો વળી તેનાથી પણ આગળ જઈને અંગત જીવન શેર કરતા પણ અચકાતા નથી. આવી સ્થિતિની ટાળવાની જરૂર છે.
ગોવાના એક કપલે પણ જાણે દુનિયાને તેમની સુહાગરાત દેખાડી દેવાની ઘેલછા ઉપડી અને તેમણે ફોટા અને વીડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામ પર મૂકી દીધા જે વાયરલ થયા હતા. કપલે તેમના લગ્ન બાદ સુહાગરાતનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અલબત્ત આ વીડિયો વલ્ગર નથી અને તેમાં કપલે વ્યૂઅરશીપ માટે વીડિયો શેર કર્યો હોવાનું જણાઈ રહ્યું છે.
ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને કપલે લખ્યું છે કે, ‘અમે અમારા લગ્નની રાત કેવી રીતે વિતાવી', એટલે કે તેઓ તેમના લગ્નની રાત કેવી રીતે વિતાવી તે બતાવી રહ્યાં છે. જો કે, આ કેટલીક ખાનગી ક્ષણોનો સમયગાળો પણ છે, જે કદાચ ખુલ્લી રીતે બહાર ન આવે. સોશિયલ મીડિયા યુઝર્સે આ અંગે જ સવાલો ઉઠાવ્યા હતા.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયા બાદ વીડિયો જોઈને લોકો ભડકી ઉઠ્યાં હતા અને કપલની ટીકા કરી હતી. લોકોએ આવા કપલને ઈન્સ્ટાગ્રામ પર આવું ન કરવાની તાકીદ કરી હતી કારણ કે ઈન્સ્ટાગ્રામ પર નાનાથી માંડીને મોટા સુધીના લોકો ફોટો અને વીડિયો શેર કરતા હોય છે.
સોશિયલ મીડિયાની દુનિયામાં વીડિયો વાયરલ થવા કંઈ નવી નવાઈની વાત નથી પરંતુ અશ્લિલ વીડિયો વાયરલ કરવા અનૈતિક છે અને સાથે ખતરનાક પણ. તેમાં નૈતિક અધપતનની સાથે સાથે ફોજદારી ગુનો પણ લાગુ પડી શકે છે.