મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

મમતા દીદીએ હાર્દિક પટેલને આપ્યું પાર્ટીમાં જોડાવવા આમંત્રણ

લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ માટે હાર્દિક પટેલે પ્રચાર કરાવાનો નિર્ણય લીધો

અમદાવાદ :પાસ કન્વીનર હાર્દિક પટેલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત કરી હતી. બન્ને નેતાઓ વચ્ચે 2019 લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા થઈ હતી.જેમાં વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ માટે હાર્દિક પટેલે પ્રચાર કરાવાનો નિર્ણય લીધો છે

   મમતા બેનરજી સાથેની મુલાકાત બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે,મમતા દીદીએ મને તેમની પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.મને જ્યાર જરૂર જણાશે ત્યારે મમતાજીનો સાથ લઈશ. હાર્દિક પટેલે મમતા બેનરજીને ગુજરાત આવવા માટે પણ આમંત્રણ આપ્યું હતું.

 

(11:54 pm IST)