મુખ્ય સમાચાર
News of Thursday, 9th January 2020

ઉતર પશ્ચિમ રેલ્વેએ ૩૮૦ સ્ટેશનો પર ઉપલબ્ધ કરાવી હાઇ સ્પીડ વાઇફાઇ સુવિધાઃ ઉતર-પશ્ચિમ રેલ્વે ભારતીય રેલ્વેના અગ્રણી ઝોનમાં સામેલ

ભારતીય ઉતર પશ્ચિમ રેલવેએ ૩૮૦ સ્ટેશનો પર હાઇસ્પીડ વાઇફાઇ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આ જાણકારી ઉતર પશ્ચિમ રેલવેના મુખ્યજન સંપર્ક અધિકારી અભય શર્માએ આપી. એમણે કહ્યું કે ઉતર-પશ્ચિમ રેલવેના ૩૮૦ સ્ટેશનો પર આ સુવિધા મળશે.

સ્ટેશનો પર કાર્ય યોજનાઓને લઇ વાઇફાઇ રેલવેના અગ્રણી ઝોનમાં સામેલ છે. એમણે બતાવ્યું કે ઉતર-પશ્ચિમ રેલવેના જયપુર મંડળમાં ૮૧ સ્ટેશનો પર જોધપુર મંડળમાં ૧૦૬ સ્ટેશનો પર બિકાનેર મંડળમાં ૧૧૬ સ્ટેશનો અને અજમેર મંડળમા ૭૭ સ્ટેશનો પર હાઇસ્પીડ વાઇફાઇ સુવિધા નિઃશૂલ્ક પ્રદાન કરવાની છે.

(9:54 pm IST)