મુખ્ય સમાચાર
News of Wednesday, 7th December 2022

સોનિયા ગાંધી પુત્રી પ્રિયંકા અને તેના બાળકો સાથે જન્મદિવસની ઉજવવા 9 ડિસેમ્બરે જશે રાજસ્થાન: રાહુલ ગાંધી પણ પહોંચશે

રાહુલ ગાંધી રણથંભોર જઇને એક-બીજા સાથે સમય પસાર કરશે: ભારત જોડો યાત્રા 9 ડિસેમ્બરે બંધ રાખવા નિર્ણય: ‘મિશન રાજસ્થાન’ને આખરી ઓપ આપશે

નવી દિલ્હી : સોનિયા ગાંધી પુત્રી પ્રિયંકા ગાંધી સાથે 9 ડિસેમ્બરના રોજ તેમના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવા માટે રાજસ્થાન આવી રહ્યાં છે

સુત્રો અનુસાર રાજસ્થાનમાં કોંગ્રેસ પરિવર્તન માટે વિચારણાં અને રોડમેપ પણ તૈયાર કરી દીધો છે જે ઘણાં લાંબા સમયથી પેન્ડિંગ છે. રાહુલ ગાંધી અત્યારે કોટામાં જ અને ત્યાંથી રણથંભોર જઇને એક-બીજા સાથે સમય પસાર કરશે. તેથી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 9 ડિસેમ્બરે બંધ રાખવા નિર્ણય કર્યો છે. ગાંધી પરિવાર તે દિવસે રજા ગાળવા માટે રણથભોર જવા રવાના થશે.

એજ દિવસે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ‘મિશન રાજસ્થાન’ને આખરી ઓપ આપશે અને નતૃત્ત્વ પરિવર્તન કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવ્યો છે. સુત્રો અનુસાર અજય માકનના સ્થાને રંધાવાને એઆઇસીસીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જાણકારોનું કહેવું છે કે રાજસ્થાનના પ્રભારી પદ પર રંઘાવાની નિમણૂક આ કાર્યક્રમ હેઠળ કરવામાં આવી છે. સુત્રો મુજબ અમરિંદરસિંહને મુખ્યમંત્રી પદ પરથી હટાવામાં મુખ્ય ભૂમિકા હતી.

(12:56 am IST)