મુખ્ય સમાચાર
News of Thursday, 8th December 2022

વિધાનસભામાં મુખ્યમંત્રી સોરેને ગંભીર આક્ષેપ :કહ્યુ - વડાપ્રધાન હવે લોકોને ફોન પર ધમકાવવા લાગ્યા છે.

ઝારખંડના સીએમ એ કહ્યુ કે લોકો મંદિર,મસ્જિદ, ગુરૂદ્વારાના નામ પર મત માંગે છે. અમે લોકોનું ભેટ ભરીને, તેમણે સ્વરોજગાર આપીને, તેમના પગ પકડીને મત માંગીએ છીએ.

નવી દિલ્હી :  ઝારખંડ વિધાનસભામાં એક દિવસીય વિશેષ સત્રમાં મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરોને દેશના વડાપ્રધાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. મુખ્યમંત્રી સોરેને કહ્યુ કે ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા વડાપ્રધાન હવે લોકોને ફોન પર ધમકાવવા લાગ્યા છે. શું સ્થિતિ થઇ ગઇ છે દેશની?

મુખ્યમંત્રી હેમંત સોરેને સદનમાં રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા હતા. હેમંત સોરેને કહ્યુ કે રેપિસ્ટને માળા પહેરાવીને જેલમાંથી છોડાવી દે છે. બીજા રાજ્યમાં જે રેપ કરનારા લોકો છે, ભારતીય જનતા પાર્ટીના લોકો તેનું સમર્થન કરે છે. અહી દુમકાની બાળકી સાથે દૂર્ઘટના થાય છે, તો લોકો વિમાનમાં અહી આવે છે. હેમંત સોરેને વધુમાં કહ્યુ કે હત્યારા, લૂંટારા અને મૉબ લિચિંગ કરનારાઓને આ લોકો માળા પહેરાવે છે. આ શું દેશમાં સામાજિક સમરસતા બનાવશે.

 

હેમંત સોરેને કહ્યુ કે આદિવાસી, દલિત, લઘુમતીઓને હંમેશા સંઘર્ષ કરવો પડ્યો છે. વર્તમાન સરકાર બહુસંખ્યક, આદિવાસી, દલિત, પછાતને એટલા મજબૂત કરશે કે લોકો આવા સામંતી વિચારધારા ધરાવતા લોકોને જડબાતોડ જવાબ આપશે. ઝારખંડના મુખ્યમંત્રીએ કહ્યુ કે લોકો મંદિર,મસ્જિદ, ગુરૂદ્વારાના નામ પર મત માંગે છે. અમે લોકોનું ભેટ ભરીને, તેમણે સ્વરોજગાર આપીને, તેમના પગ પકડીને મત માંગીએ છીએ.

(12:00 am IST)