મુખ્ય સમાચાર
News of Wednesday, 8th December 2021

મહેંદી સરેમની માટે મહેંદી બનાવામાં ૨૦ દિવસ લાગ્યા

કેટ-વિકીની મહેંદી સેરેમની યોજાઈ ગઈ : ડેકોરેશન માટે ૧૦૦ કિલો ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો, મોડી રાત સુધી સેલિબ્રેશન ચાલ્યું હતું

નવી દિલ્હી, તા.૮ : બોલીવૂડના સ્ટાર કપલ કેટરિના કૈફ અને વિક્કી કૌશલની મહેંદી સેરેમની ગઈકાલે યોજાઈ ગઈ હતી.આજે હલ્દી સેરેમની યોજાશે અને સાથે એક આફ્ટર પાર્ટીનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.

સવાઈ માધોપુર પાસે આવેલા સિક્સ સેન્સ હોટલ રિસોર્ટમાં આ તમામ વિધિઓ સાથે આવતીકાલે લગ્ન પણ યોજાવાના છે.જેમાં હવે ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી પરિવાર સાથે હાજરી આપે તેવી શક્યતા છે.તેમના માટે ઓબેરોય હોટલમાં પાંચ રુમ રિઝર્વ કરવામાં આવ્યા છે.

આ સાથે લગ્નમાં વિરાટ અને અનુષ્કા પણ હાજરી આપે તેવુ કહેવાઈ રહ્યુ છે.આ પહેલા મનાઈ રહ્યુ હતુ કે, અક્ષય કુમારને આમંત્રણ નથી અપાયુ પણ હવે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, અક્ષય કુમાર અને બીજી સેલિબ્રિટિઝ પણ લગ્નમાં હાજરી આપી શકે છે.

દરમિયાન સિક્યુરિટી કોડ વગર કોઈ પણ આમંત્રિતને પ્રવેશ નહીં મળે તેવી કહેવાયુ છે.મંગળવારે મહેંદી સેરેમની યોજાઈ હતી અને તેના ડેકોરેશનમાં યેલો થીમ રાખવામાં આવી હતી.વિકકીએ તેમાં મરુણ રંગની શેરવાની અને કેટરીનાએ સેમ રંગનો ડ્રેસ પહેર્યો હતો.મહેંદી સેરેમેની માટે ઓઓર્ગેનિક મહેંદી મંગાવવામાં આવી હતી અને ૪૦૦ મહેંદી કોન તૈયાર કરાયા હતા.આ મહેંદી બનાવવા માટે ૨૦ દિવસનો સમય લાગ્યો હતો.મહેંદી સેરેમનીના ડેકોરેશન માટે ૧૦૦ કિલો ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.મોડી રાત સુધી સેલિબ્રેશન ચાલ્યુ હતુ અને તેમાં બોલીવૂડ તેમજ રાજસ્થાની ફોક સોંગની ધૂમ મચી હતી.

 

(7:35 pm IST)