મુખ્ય સમાચાર
News of Wednesday, 8th December 2021

રશિયા-યુક્રેનના સીમાવિવાદ વકર્યો :જો બાઇડન અને વ્લાદિમીર પુતિન વચ્ચે વીડિયો કૉલ પર વાતચીત

આ પહેલા પશ્ચિમી દેશોએ રશિયાને યુક્રેન સાથે તણાવ ઘટાડવાની વિનંતી કરી હતી

નવી દિલ્હી :આશંકા વ્યક્ત કરાઈ રહી હતી કે રશિયા યુક્રેન પર વધુ એક હુમલો કરવાની તૈયારીમાં છે.આ મુદ્દો વધુ ચગતો જોઈ હવે અમેરિકાએ પણ તેમાં ઝંપલાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મંગળવારે વીડિયો કૉલ પર વાતચીત થઈ.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વીડિયો કૉલ પર વાતચીત કરી હતી

રશિયાએ સરહદ પર હજારો સૈનિકો તહેનાત કર્યા છે પરંતુ યુક્રેન પર હુમલાના ઉદ્દેશથી રશિયા ઇનકાર કર્યો છે.

રશિયા ગૅરન્ટી માગી રહ્યું છે કે યુક્રેનને નેટોમાં સામેલ નહીં કરાય પરંતુ પશ્ચિમી દેશોનું કહેવું છે કે યુક્રેનની સંપ્રભુતા અને સાર્વભૌમિકતાનું સન્માન થવું જોઈએ.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે વીડિયો કૉલ પર વાતચીત થઈ તે પહેલાં પશ્ચિમી દેશોએ રશિયાને યુક્રેન સાથે તણાવ ઘટાડવાની વિનંતી કરી.

યુક્રેન પર રશિયાના આક્રમણના ભય અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની યુકે, ફ્રાન્સ, જર્મની અને ઇટાલીના નેતાઓ સાથે સહમતી થઈ છે કે પરિસ્થિતિને "થાળે પાડવા માટે બધાં જરૂરી પગલાં લેવામાં આવશે.

જોકે રશિયાએ યુક્રેન પર હુમલાની કોઈ પણ યોજનાથી ઇનકાર કર્યો છે પરંતુ રશિયાએ યુક્રેનની પૂર્વી સરહદની પાસે હજારો સૈનિક તહેનાત કર્યા છે અને યુક્રેનનું કહેવું છે કે રશિયાએ તેની સરહદની અંદર ફ્રન્ટલાઇન પર ટૅન્કો તહેનાત કરી છે.

બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી અને જર્મનીના નેતાઓ સાથે વીડિયો કૉલના કલાકો પહેલાં તેવું લાગી રહ્યું હતું કે અમેરિકા જવાબમાં કોઈ સૈન્ય કાર્યવાહી નહીં કરે, પરંતુ કડક આર્થિક પગલાં લેવા અંગે વિચારી શકે છે.

હવે જ્યારે આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે ત્યારે આપણે તેની પૂર્વભૂમિકા સમજવું જરૂરી બની જાય છે કે આખરે રશિયા અને યુક્રેન વચ્ચે એવું તો શું ઘર્ષણ છે કે બંને દેશો વચ્ચે અવારનવાર સીમાવિવાદ સર્જાતા રહે છે. અને યુક્રેન પર વધુ એક મિલિટરી હુમલાની તૈયારી બતાવવા પાછળ પુતિનનો ઉદ્દેશ શું છે?

(1:02 am IST)