મુખ્ય સમાચાર
News of Wednesday, 8th December 2021

પદ્મ પુરસ્કારથી સન્માનિત નંદા પ્રસ્ટીનું 104 વર્ષની વયે નિધન :પ્રધાનમંત્રી મોદીએ ઊંડુ દુખ વ્યક્ત કર્યું

70 વર્ષથી એક પણ રુપિયો લીધા વગર વિદ્યાર્થીઓને ભણાવતા હતા

 

નવી દિલ્હી :તાજેતરમાં પદ્મ પુરસ્કારથી સન્માનિત નંદા પ્રસ્ટીનું 104 વર્ષની વયે નિધન થતા પ્રધાનમંત્રી મોદીએ ઊંડુ દુખ વ્યક્ત કર્યું છે.

104 વર્ષના નંદા પ્રસ્ટી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેઓ તાવ, ખાંસી અને વૃદ્ધાવસ્થા સંબંધિત બીજી બીમારીઓથી પીડિત હતા. આને કારણે શિક્ષક નંદા પ્રસ્ટીને 29 નવેમ્બરે ઓડિશાના જાજપુર જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા

પ્રધાનમંત્રી મોદીએ પદ્મ પુરસ્કાર નંદા પ્રસ્ટીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે શ્રી નંદા પ્રીતિજીના નિધનથી આઘાતમાં છું. ઓડિશામાં શિક્ષણની ખુશીઓ ફેલાવવાના તેમના પ્રયાસોને કારણે ઘણુ સન્માન પામેલા નંદા સરને પેઢીઓ સુધી યાદ રાખવામાં આવશે. થોડા સમય પહેલા તેમણે પદ્મ પુરસ્કાર સમારોહમાં દેશનું ધ્યાન અને સ્નેહ આકર્ષિત કર્યું હતું. શાંતિ

  ઓડિશાના રહેવાશી નંદ કિશોર પ્રુસ્ટી વ્યવસાયે શિક્ષક હતા અને તેઓ 70 વર્ષથી એક પણ રુપિયો લીધા વગર વિદ્યાર્થીઓને ભણાવતા હતા. શિક્ષણના ભેખધારી એવા પ્રુસ્ટીને તાજેતરમાં રાષ્ટ્રપતિના હાથે પદ્મ પુરસ્કાર મળ્યો હતો. તેમનું ભણતર અધુરુ રહ્યું હતુ અને તેઓ ફક્ત સાત ધોરણ સુધી ભણ્યા હતા પરંતુ તેમણે બાળકોને સાક્ષર બનાવવાનો નિર્ણય કર્યો હતો

(10:45 pm IST)