મુખ્ય સમાચાર
News of Sunday, 8th December 2019

શેરબજારમાં હાલ મંદી રહે તેવી વકી : વિવિધ પાસાઓ પર નજર

ફુગાવા, આઈઆઈપીના આંકડા સહિતના પરિબળો પર નજર : શાકભાજીની વધતી કિંમતો વચ્ચે નવેમ્બરના ફુગાવાના આંક ૧૨ ડિસેમ્બરના દિવસે જારી કરાશે : અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરની માઠી અસર રહેશે

મુંબઈ, તા.૧ : શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેસનમાં જોરદાર ઉતારચઢાવની સ્થિતિ રહી તેવી શક્યતા દેખાઈ રહી છે. જુદા જુદા પરિબળોની સીધી અસર શેરબજાર ઉપર જોવા મળશે. જે પરિબળોની અસર થનાર છે તેમાં નવા લિસ્ટિંગ, સંસદમાં મહત્વપૂર્ણ બિલ, મહત્વપૂર્ણ માઈક્રો ડેટા અને વૈશ્વિક ડેટા સહિતના પરિબળોની અસર રહી શકે છે. સરકાર દ્વારા નવેમ્બર ફુગ્ગાવાના આંકડા જારી કરવામાં આવનાર છે. હાલમાં શાકભાજીની કિંમતમાં ઉલ્લેખનીય વધારો થઈ ચુક્યો છે. ઓક્ટોબર મહિના માટે ફ્રેકટરી ઉત્પાદનના આંકડા આ સપ્તાહમાં જારી કરવામાં આવનાર છે. જે નિરાશાજનક રહી શકે છે. સંસદનું શિયાળુ સત્ર આ સપ્તાહના અંતમાં પૂર્ણ થનાર છે. કેટલાક મહત્વના બિલ સેસના છેલ્લા સપ્તામાં રજુ કરવામાં આવી શકે છે. શેરબજારમાં જે જુદા જુદા પરિબળોની અસર રહેનાર છે તેમાં રિટેલ ફુગાવાના આંકડાનો સમાવેશ થાય છે. ૧૨મી ડિસેમ્બરના દિવસે નવેમ્બર મહિના માટેના સીપીઆઈ આંકડા જારી કરવામાં આવનાર છે.

                  ઓક્ટોબર ૨૦૧૯માં વાર્ષિક આધાર પર રિટેલ ફુગાવાનો આંકડો ૪.૬૨ ટકા સુધી પહોંચી ગયો હતો. જે અગાઉના મહિનાના ૪.૯૯ ટકાના આંકડાથી વધારે હતો. ફુગાવાનો વધારો આરબીઆઈના નિર્ણય પાછળ મુખ્ય કારણ તરીકે છે. સોમવારના દિવસે ઉજ્જીવન એસએફબી લિસિંટ થનાર છે. જેની અસર પણ બજાર ઉપર જોવા મળશે. આરબીઆઈએ તેની છેલ્લી પોલિસી સમિક્ષામાં વ્યાજદરોને હાલમાં યથાવત રાખ્યા હતા. પરિણામ પાંચમી ડિસેમ્બરના દિવસે જારી કરવામાં આવ્યા હતા. જેમાં વ્યાજદરો યથાવત રહ્યા હતા. હાલમાં કોર સેક્ટર આઉટપુટના આંકડામાં ઘટાડો થઇ ચુક્યો છે. ઓક્ટોબર મહિનામાં આઠ કોર સેક્ટરના આઉટપુટમાં ઘટાડો થતાં નિરાશા રહી હતી. કોલસાના ઉત્પાદનમાં ઓક્ટોબર મહિનામાં ૧૭.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. ક્રૂડ ઓઇલની કિંમતમાં ૫.૧ ટકાનો અને નેચરલ ગેસમાં ૫.૭ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો થઇ ચુક્યો છે.

                  આવી જ રીતે સિમેન્ટના ઉત્પાદનમાં ૭.૭ ટકા, સ્ટીલમાં ૧.૬ ટકા અને ઇલેક્ટ્રીસિટીમાં ૧૨.૪ ટકા સુધીનો ઘટાડો ઓક્ટોબર મહિના દરમિયાન થઇ ચુક્યો છે. રિફાઈનરી પ્રોડક્ટના ઉત્પાદનમાં ગ્રોથ ઓક્ટોબર મહિનામાં ૦.૪ ટકા સુધી ઘટી ગયો છે. ગયા વર્ષે આજ ગાળામાં રિફાઈનરી પ્રોડક્ટમાં આઉટપુટ ગ્રોથનો આંકડો ૧.૩ ટકા રહ્યો હતો. આઠ કોર સેક્ટરમાં ઓક્ટોબર ૨૦૧૮માં ૪.૮ ટકા સુધીનો વધારો નોંધાયો છે.એપ્રિલ-ઓક્ટોબરના ગાળા કોર ઇન્ડસ્ટ્રી ગ્રોથ ૦.૨ ટકા ઘટીને એક વર્ષ અગાઉના ગાળામાં ૫.૪ ટકાની સામે હવે ૦.૨ ટકા રહ્યો છે. ૮ કોર સેક્ટર ઇન્ડસ્ટ્રીમાં આઉટપુટ સપ્ટેમ્બર મહિનામાં ૫.૧ ટકા સુધી ઘટી ગયો હતો. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સમજુતીને લઈને નવી નવી ઘટનાઓ સપાટી પર આવી રહી છે. જેની અસર પણ હાલમાં જોવા મળી રહી છે. શુક્રવારના દિવસે અમેરિકી અધિકારીઓએ કહ્યું હતું કે, ચીન સાથે આંશિક વ્યાપક સમજુતી બંધ સ્થિતિમાં છે. અમેરિકી ટેરિફના આગામી દોરની અસર જોવા મળી શકે છે. અમેરિકા ટ્રેડ વોરમાં ચીનને પાછળ છોડવા ડોલરમાં મજબુતી લાવવા ઈચ્છુક છે.

(7:50 pm IST)