મુખ્ય સમાચાર
News of Sunday, 8th December 2019

નાગરિકતા સંશોધન બિલ પાસ થશે તો ગાંધીજીના વિચારો પર જીન્નાહના વિચારોની જીત : શશી થરૂર

સુપ્રીમ કોર્ટ બંધારણના મૂળ સિદ્ધાંતોનું જાહેરમાં ઉલ્લંઘન થાય તેવી વાતને મંજૂરી નહીં આપે.

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન બિલ પર આવતીકાલે લોકસભામાં ચર્ચા થવાની સંભાવના છે. મોદી સરકાર કાલે જ લોકસભામાં આ બિલને પસાર કરાવવા માગે છે. જો કે કોંગ્રેસ, ટીએમસી, સમાજવાદી પાર્ટી, સીપીએમ, એનસીપી અને ડીએમક સહિતના પક્ષ આ બિલનો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આ બિલને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી શશિ થરુરે કહ્યું કે નાગરિકતા સંશોધન બિલને પસાર કરવાનો અર્થ મહાત્મા ગાંધીના વિચારો પર મોહમ્મદ અલી ઝિણાના વિચારોની જીત.

  શશી થરૂરે કહ્યું કે ધર્મના આધારે નાગરિકતા આપવાને કારણે ભારતનું સ્તર ઘટીને પાકિસ્તાનનું હિંદુત્વ સંસ્કરણ થઈ જશે. તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદે કહ્યું કે જો આ બિલ પસાર થશે તો મને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ બંધારણના મૂળ સિદ્ધાંતોનું જાહેરમાં ઉલ્લંઘન થાય તેવી વાતને મંજૂરી નહીં આપે

(5:20 pm IST)