ઝારખંડના વિજયગીરી વિસ્તારમાં આઇઆરઇડી બ્લાસ્ટરમાં CRPFના બે જવાન ઘાયલ
રાંચી (ઝારખંડ), નવી દિલ્હી, 08 ડીસેમ્બર (હી.સ.) રવિવારે તમાડ માં આઈઈડી બ્લાસ્ટમાં સીઆરપીએફ કોબ્રા બટાલિયનના બે જવાન ઘાયલ થઇ ગયા છે. તેઓને રાંચીના મેડીકા હોસ્પીટલમાં દાખલ કરાયા છે. ડોકટરોના જણાવ્યા મુજબ આ બનેજવાનો, પ્રણય દાસ અને જીગ્નેશ ચૌધરી હવે ખતરાની બહાર છે. તેમના ખબર અંતર પૂછવા એડીજી ઓપરેશન મુરારીલાલ મીણા અને સીઆરપએફ આઈજી સંજય આનંદ લાઠકરના મેડીકા હોસ્પિટલ આવ્યા હતા.
પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર, વિજય ગીરી વિસ્તારમાં મતદાન કરીને કોબરા બટાલીયનના જવાન, રવિવારે સવારે પાછા ફરી રહ્યા હતા. ત્યારે જ નક્સલીઓ એ આ બ્લાસ્ટ કર્યો. જેમા તે બંને ઘાયલ થઈ ગયા, અત્યારે નક્સલીઓને શોધવા, આખા વિસ્તારમા સઘન સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યુ છે.
ઝારખંડ વિધાનસભાના બીજા ચરણનુ મતદાન પૂરુ થઇ ગયુ છે. મતદાનમાં બાધા ઉત્પન્ન કરવા, નક્સલીઓ આવી કોઈ ઘટનાઓ કરશે, તેની આશંકા હતી. જેને રાંચીની પોલીસ અને સુરક્ષા દળોએ વિફળ કરી દીધી છે. અત્યારે આખા વિસ્તરમાં હેલીકોપ્ટર થી દેખરેખ રખાઈ રહી છે.