મુખ્ય સમાચાર
News of Sunday, 8th December 2019

જેલમાં બંધ કેદીઓ જો ગૌસેવા કરે છે તો તેની ગુન્‍હાહીત માનસીકતા ઘટી જાય છે. મોહન ભાગવતનું મંતવ્‍ય

 નવી દિલ્હી: સંઘ પ્રમુખ મોહન ભાગવતે શનિવારે જણાવ્યું છે કે, જેલમાં કેદીઓ દ્વારા ગાયની સેવા કરવાથી તેમની ગુનાહિત માનસિકતામાં ઘટાડો થાય છે. ભાગવતે ગૌ-વિજ્ઞાન સંશોધન સંસ્થાન દ્વારા આયોજીત સમારોહમાં આ વાત જણાવી હતી. આ સંસ્થાન સંપૂર્ણ રીતે ગૌ-વિજ્ઞાનને સમર્પિત છે.

તેમણે જણાવ્યું હતું કે, જેલમાં ગાયો માટે આશ્રય સ્થળ બનાવવામાં આવ્યા અને કેદીઓએ ગાયના પાલન-પોષણનું કામ શરૂ કર્યું હતું. ત્યારબાદ અધિકારીઓને જાણવા મળ્યું કે, કેદીઓની ગુનાહિત માનસિકતામાં ઘટાડો થયો.

ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે, ગાય આપણી માતા છે. ગાય પશુ, પક્ષીઓની સાથે-સાથે માણસોને પણ પોષિત કરે છે. તમામ બિમારીઓથી પણ રક્ષણ પૂરું પાડે છે. સમગ્ર સમાજે ગાયને સુરક્ષિત કરવા માટે આગળ આવવાની જરૂર છે.

(12:29 pm IST)