મુખ્ય સમાચાર
News of Saturday, 8th December 2018

જો લોકો સરકારથી ડરવા લાગે તે લોકશાહી નહી તાનાશાહી છે: પૂર્વ CJI દીપક મિશ્રાની સાફ વાત

ન્યાય, સમાનતા અને સ્વતંત્રતા એક કાયદા હેઠળ ચાલતી સોસાયટીનું મહત્વપૂર્ણ અંગ છે.

 

નવી દિલ્હી :ભારતના પૂર્વ ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યું છે કે, જો લોકો સરકારથી ડરવા લાગે તો સમજી જવું જોઇએ કે લોકતંત્ર નહી તાનાશાહી છે. સાથે તેમણે કહ્યું કે, આપણે એક સભ્ય સમાજમાં રહીએ છીએ અને સભ્યતાને આગળ વધારતું રહેવું જોઇએ. ન્યાય, સમાનતા અને સ્વતંત્રતા એક કાયદા હેઠળ ચાલતી સોસાયટીનું મહત્વપૂર્ણ અંગ છે.

સાથે સામાજીક પરિવર્તન પણ થાય છે, પરંતુ ન્યાયનું કામ પણ સમાજમાં ભાઇચારો જાળવવાનું છે. એક સારો સમાજ સિવિલ લિબર્ટી વિના શક્ય નથી. હું હંમેશા યુવાનોને કહું છું કે, તેમણે બંધારણ વાંચવું જોઇએ અને તે પ્રમાણે જીવન જીવવાનો પ્રયાસ પણ કરવો જોઇએ. અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તેમણે કહ્યું કે. વિચારોની આઝાદીથી આદાન પ્રદાન કરવું ખુબ જરૂરી છે. સૌથી સારી ભેટ પણ છે.

(10:04 pm IST)