મુખ્ય સમાચાર
News of Saturday, 8th December 2018

સૂરમાં ગીતો ગાતી પુણેની આ ડોન્કી સોશ્યલ મીડિયામાં વાઇરલ

પુણે તા. ૮ :.. ડોન્કીનો અવાજ ખૂબ જ કર્કશ હોય છે અને હોંચી...હોંચી.. સિવાય બીજો કોઇ અવાજ કાઢતાં પણ ડોન્કીની પ્રજાતિને ફાવતો નથી હોતો. જો કે પુણેમાં એક સ્વૈચ્છીક સંસ્થાએ એકગાતી ડોન્કીનો વિડીયો સ્પેશ્યલ મીડીયા પર અપલોડ કર્યો છે. આ ડોન્કી જયારે પણ ખૂબ આનંદમાં હોય ત્યારે જોરજોરથી રાગડા તાણવા લાગે છે. ખરેખર ખાસ્સું સૂરમાં અને સારું ગાતી હોવાથી સોશ્યલ મીડીયા પર એના સૂર વાઇરલ થઇ ગયા છે. એક ચેરીટેબલ ટ્રસ્ટની મેમ્બર ટીના મોહનદાસે પુણેની ગલીઓ આ ડોન્કીને અત્યંત નાજૂક સ્વાસ્થ્ય સાથે જોયેલી. થોડાક સમય પહેલાં જ તેણે બચ્ચાને જન્મ આપ્યો હતો. અને એ પછી એ શરીરે બહુ કંતાઇ ગઇ હતી. ટીનાએ પ્રાણીઓના વેલ્ફેર માટે કામ કરતી સંસ્થાના સેન્ટરમાં લાવીને આ ડોન્કીની સારવાર કરી. નામ પાડયું એમિલી. સ્વાસ્થ્ય સુધર્યા પછી એમિલી હવે ખુશ રહેવા લાગી છે.

જયારે પણ તે ખૂબ ગેલમાં આવી જાય ત્યારે ગીતો ગાતી હોય એમ અલગ-અલગ સૂરમાં અવાજો કાઢે છે. આ એક પ્રાકરનું સંગીત છે એવું આ સંસ્થાના લોકોને લાગે છે. થોડાક સમય પહેલાં આયરલેન્ડમાં હેરિયેટ નામના ગાતા ડોન્કીની ચર્ચા ઇન્ટરનેટ પર જાગી હતી એટલે આ સંસ્થાએ પણ તેમની લોકલ સિન્ગીંંગ સ્ટાર એમિલીનો વિડીયો પણ સોશ્યલ મીડીયામાં અપલોડ કર્યો છે. (પ-૩૧)

(4:07 pm IST)