મુખ્ય સમાચાર
News of Saturday, 8th December 2018

કોટક મહિન્દ્રા બેન્કના શેરમાં ૧૪ ટકા જેટલો જંગી ઉછાળો

વોરન બફેટ દ્વારા હિસ્સો ખરીદવાના અહેવાલના પગલે રોકાણકારો માલામાલ

મુંબઇ તા. ૮ :.. અગ્રણી અમેરિકન રોકાણકાર અને બર્કશાયર હેથવેના ચેરમેન વોરેન બફેટે કોટક મહિન્દ્રા બેન્કમાં ૧૦ ટકા હિસ્સો ખરીદશે એવા અહેવાલોના પગલે શુક્રવારે કોટક મહિન્દ્રા બેન્કના શેરમાં ૧૪ ટકા જેટલો જંગી ઉછાળો આવ્યો હતો અને શેરનો ભાવમાં રૂ. ૧૬૩.૮પ વધીને ૧૩૪પ.પ૦ પર પહોંચી ગયો હતો. આમ, એક જ ઝાટકે કોટક મહિન્દ્રા બેન્કના રોકાણકારો ૩૧ હજાર કરોડ કમાઇને માલામાલ થઇ ગયા હતાં.

આ અગાઉ કોટક મહિન્દ્રા બેન્કનો શેર ગુરૂવારે રૂ. ૧૧૮૧.પ૦ પર બંધ થયો હતો.

નવેમ્બર-ર૦૧૪ બાદ કોટક બેન્કના શેરમાં શુક્રવારે ઇન્ટ્રાડેમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ત્યારબાદ કોટક મહિન્દ્રા બેન્કના શેર શુક્રવારે બજાર બંધ થયું ત્યારે રૂ. ૧૦૦.૭પ ની તેજી સાથે ૧ર૮ર.રપ પર બંધ રહ્યો હતો. એવા અહેવાલો આવ્યા હતા કે વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવે ભારતની પ્રાઇવેટ બેન્ક કોટક મહિન્દ્રા બેન્કમાં ૪ થી ૬ અબજ ડોલરનું રોકાણ કરી શકે છે.

અહેવાલ અનુસાર આ રોકાણ હિસ્સાની ખરીદી દ્વારા અથવા પ્રેફરન્સિયલ એલોટમેટ દ્વારા થઇ શકે છે તેવા અહેવાલના પગલે બેન્કના શેર પર મોટી અસર જોવા મળી હતી. (પ-૩૦)

(3:59 pm IST)