મુખ્ય સમાચાર
News of Saturday, 8th December 2018

રોબર્ટ વાડ્રા બાદ કોંગ્રેસનાં નેતા જગદીશ શર્માના ઘરે ઇડીની કાર્યવાહી :પૂછપરછ માટે લઇ જવાયા

નવી દિલ્હી ભારતનાં ઇન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ દ્વારા શનિવારે દેશની રાજધાની દિલ્લીમાં કોંગ્રેસનાં નેતા જગદીશ શર્માના ઘરે રેડ પાડવામાં આવી હતી. રાજકારણી જગદીશ શર્માએ જણાવ્યું કે, 'મને ઇડી દ્વારા પૂછતાછ કરવા માટે લઇ જવામાં આવે છે

  આ પહેલાં શુક્રવારે ઇડી દ્વારા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા સાથે જોડાયેલાં ત્રણ વ્યક્તિઓની ઓફિસ પર રેડ પાડવામાં આવી હતી. આ તપાસ 16 કલાક સુધી ચાલી હતી. આ રેડ એજન્સી દ્વારા એટલે હાથ ધરવામાં આવી હતી કારણકે રક્ષા ડીલમાં કમિશન લેવા બાબતે અને વિદેશમાં ગેરકાનુની સંપતિ રાખવા માટેની એમનાં પર શંકા હતી.

 અધિકારીઓ દિલ્લી - એનસીઆર અને બેંગ્લોરમાં વિવિધ જગ્યાએ ગઈકાલે બપોરે 12 વાગ્યાથી તપાસ શરુ કરી દીધી હતી.

(2:11 pm IST)