મુખ્ય સમાચાર
News of Saturday, 8th December 2018

યુ.એસ.ના ''ટેકસાસ બોર્ડ ઓફ પ્રોફેશ્નલ એન્જીનીયર્સમાં શ્રી કિરણ શાહ સહિત ૩ ઇન્ડિયન અમેરિકનને સ્થાનઃ વ્યવસાયી એન્જીનીયર્સને લાયસન્સ આપવાની જવાબદારી સંભાળશે

ટેકસાસઃ યુ.એસ.માં  ટેકસાસ ગવર્નર ગ્રેગ એબોર્ટએ ''બોર્ડ ઓફ પ્રોફેશ્નલ  એન્જીનીયર્સ '' માં ૩ ઇન્ડિયન  અમેરિકન  એન્જીનીયરને સ્થાન આપ્યું છે.

આ ૩ ઇન્ડિયન અમેરિકન એન્જીનીયર્સ પૈકી શ્રી એડેચોલા પિટર એડેજોકન એરેનોટિકસ કંપનીમાં સોફટવેર અન્જીનીયર છે. તથા શ્રી રોલાન્ડો  રૂબિનો ગ્રીન રૂબીનો એન્ડ એશોશિએટસમાં સિનીયર પાર્ટનર છે. તથા શ્રી કિરણ શાહ મલ્ટીપલ નેશનલ  હોટેલ્સ ફ્રેન્ચાઇસીઝ ધરાવે છે. તેઓ ગુજરાતી સમાજ ઓફ હયુસ્ટનના પૂર્વ  સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂકયા છે. તેમણે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી એન્જીનીયરીંગ ડીગ્રી તથા ગુજરાત યુનિવર્સિર્ટીમાંથી MBA ડીગ્રી મેળવેલી છે.શ્રી શાહ હોટેલ એન્ડ લોજીંગ એશોશિએશન ઓફ હયુસ્ટનના મેમ્બર છે. તથા ટેકસાસ બોર્ડ ઓફ લાયસન્સર ફોર પ્રોફેશ્નલ  મેડીકલ ફીઝીશીસ્ટના પૂર્વ મેમ્બર છે.  ઉપરાંત તેઓ ગવર્મેન્ટ અફેર્સ કમિટિ ઓફ  એશિઅન અમેરિકન હોટેલ ઓનર્સ એશોશિેઅશન ના  પૂર્વ એમ્બેસેડર તરીકે જવાબદારી સંભાળી ચૂકયા છે. તથા વર્તમાન મેમ્બર છે. તેમજ હયુસ્ટન કિલન સીટી કમિશનના પૂર્વ કમિશ્નર રહી ચુકયા છે. તથા હયુસ્ટનના બોર્ડ ઓફ ઇન્ડિયા કલ્ચર સેન્ટરમાં સેવાઓ આપી રહ્યા છે. તેઓ સરદાર પટેલ કલ્ચરલ કલબના વાઇસ ચેર રહી ચૂકયા છે.

ટેકસાસ બોર્ડ ઓફ પ્રોફેશ્નલ એન્જીનીયર્સમા સ્થાન મેળવનાર ઉપરોકત ત્રણે ઇન્ડિયન અમેરિકન ર૬ સપ્ટે. ર૦ર૩ સુધી હોદો સંભાળશે, તથા વ્યવસાયી એન્જીનીયરોને લાયસન્સ આપવાની જવાબદારી સંભાળશે તેવું શ્રી કિરણ શાહની યાદી જણાવે છે.

(10:00 pm IST)