મુખ્ય સમાચાર
News of Thursday, 8th November 2018

પાકિસ્તાનની તમામ બેંકોના દેતા હેક કરી લેવાયા

ડેબિટ અને ક્રેડિટ કાર્ડમાં સમસ્યા ;સરકાર સમક્ષ ચિંતા દર્શાવાઈ

 

પાકિસ્તાનનાં લગભગ દરેક બેંકોનો ડેટા હેક કરી લેવામાં આવ્યો છે. એક મીડિયા રિપોર્ટમાં મંગળવારનાં રોજ એવો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં એક વરિષ્ઠ સાઇબર ગુનાકીય અધિકારીનો હવાલો સોંપતા સૂરક્ષા ચૂકની વાત રજૂઆત કરવામાં આવી છે.

જિયો ન્યૂઝની રિપોર્ટનાં અનુસાર, અંદાજે 10 બેંકોએ પોતાનાં કાર્ડો પર આંતરરાષ્ટ્રીય લેણદેણનાં અવરૂદ્ધ થવાનાં કેટલાંક દિવસો બાદ આનો ખુલાસો કર્યો. બેંકોનાં જણાવ્યા અનુસાર તેઓનાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડોમાં આવેલી સમસ્યાને લઇને સરકારનાં સમક્ષ ચિંતા દર્શાવવામાં આવી છે.

  સંધીય તપાસ એજન્સીનાં સાયબર ગુનાકીય એકમનાં નિર્દેશક કેપ્ટન મોહમ્મદ શોએબે કહ્યું કે, અમને એક રિપોર્ટ દ્વારા એવી જાણકારી પ્રાપ્ત થઇ છે કે લગભગ દરેક પાકિસ્તાની બેંકોનો ડેટા હેક કરી લેવામાં આવ્યો છે. અમે દરેક બેંકોને સલાહ આપી છે કે તે પોતાની સાઇબર સુરક્ષાથી જોડાયેલી દરેક જરૂરિયાતોને પૂર્ણ રાખે.

 

(12:00 am IST)