મુખ્ય સમાચાર
News of Thursday, 8th November 2018

દિવાળીના દિવસે સ્વાતિ નક્ષત્રનો દુલઁભ સંયોગઃ તમામ પૂજા મનોકામના સિધ્ધ

કાર્તિક મહિનાની અમાસ તિથિ એટલે દિવાળી, સમગ્ર દેશમાં પ્રકાશના આ પર્વને મનાવવામાં આવે છે. આ વખતે દિવાળી આજે એટલે કે 7 નવેમ્બરના રોજ છે. આજે સ્વાતિ નક્ષત્રનો દુર્લભ સંયોગ પ્રદોષ કાળમાં વ્યાપ્ત હોવાથી આ મુહૂર્તમાં કરવામાં આવેલ તમામ પૂજા મનોકામના સિદ્ધિ આપે છે. આજના દિવસે સ્વાતિ નક્ષત્ર રાત્રે 8.16 વાગ્યા સુધી રહેશે. તેમજ રાત્રે 9.20 વાગ્યાથી કાર્તિક શુક્લ પક્ષ લાગી જશે. તેવામાં 9.19 વાગ્યા સુધી દરેક સ્થિતિમાં દિવાળીનું પૂજન કરી લેવું જોઈએ.

ભારતીય જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે કાર્તિક મહિનાની અમાસ એટલે કે દિવાળી 6 નવેમ્બરના રોજ રાત્રે 10.07 વાગ્યે લાગી રહી છે જે બીજા દિવસે રાત્રે 9.19 વાગ્યા સુધી રહેશે. દિવાળી પોતે જ એક સ્વયં સિદ્ધ મુહૂર્ત છે. આ દિવસે કરવામાં આવેલ દરેક જપકાર્ય શુભ ફળ આપે છે. આજના દિવસે મા લક્ષ્મીના પૂજનથી પદ, પ્રતિષ્ઠા અને ઐશ્વર્ય મળશે.

નિશીથ કાળમાં મા કાલીનું પૂજન 6 નવેમ્બરની રાત્રે થશે. કેમ કે આજ દિવસે અમાસ છે. દિવાળીના દિવસે સાંજના સમયે દેવ મંદિરોમાં દીપ દાન તો રાત્રીના અંતિમ પ્રહરમાં દરિદ્ર નિસ્તારણ કરવામાં આવે છે. દિવાળીના દિવસે શ્રીસુક્તમ, કનકધારા સ્તોત્ર, લક્ષ્મી ચાલીસા, લક્ષ્મી મંત્ર વગેરેનો પાઠ-જપ કરવો જોઈએ.

દિવાળી પૂજનમાં પ્રદોષ કાળને અતિશય શુભ માનવામાં આવે છે. તેમાં પણ સ્થિર લગ્નની પ્રધાનતા આપવામાં આવે છે. જેથી આ વર્ષે દિવાળી પૂજન માટે સાંજના સમયે સ્થિર વૃષભ લગ્ન 6.03થી રાતના 8 વાગ્યા સુધી છે. જો કે આ પહેલા પણ તમે પૂજન કરી શકો છો. બપોરે પૂજન કરવું હોય તો સ્થિર લગ્ન કુંભ બપોરે 1.27 વાગ્યાથી 2.58 વાગ્યા સુધી છે. જોકે આ વખતે સ્થિર લગ્ન સિંહ અમાસના દિવસે નથી કેમ કે રાત્રે જ કાર્તિક માસ બેસી જતો હોવાથી સિંહ લગ્નની રાહ જોયા વગર રાતના 9.19 પહેલા પૂજન કરી લેવું જોઈએ.

(12:00 am IST)