કોર્ટથી આર્યન સીધો આર્થર રોડ જેલમાં
જો કે જામીન અરજીની સુનાવણી ચાલુ છે
મુંબઇઃ શાહરૂખના દિકરાની ધરપકડ બાદ તેને ૧૪ દિવસની કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. હાલમાં તેને જામીન મળશે કે નહી તેને લઇને કોર્ટમાં દલીલ ચાલી રહી છે.
આર્યન ખાનને કોર્ટમાં રજૂ કર્યાની થોડી જ મીનિટોમાં આર્થર રોડ જેલ લઇ જવામાં આવ્યો છે. હાલમાં જ મળતી જાણકારી અનુસાર આર્યન ખાન આર્થર રોડ જેલમાં દાખલ થઇ ચૂકયો છે. મહિલા આરોપીઓને બાયકુલા જેલમાં લઇ જવામાં આવી છે. બંને જેલ નજીક છે
કોર્ટમાં રજૂ કરતાં પહેલા ૮ કથિત આરોપીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલેથી જ આર્યન તેમજ અન્ય લોકોને જેલમાં લઇ જવા માટેની તૈયારી કરી દેવામાં આવી હતી.
આર્યનના વકીલ સતીશ માનશિંદે કોર્ટમાં જામીન માટે દલીલ કરી રહ્યાં છે દરમિયાન આર્યનને આર્થર રોડ જેલમાં લાવી દેવામાં આવ્યો છે. જો તેને જામીન મળશે તો જેલમાંથી તે દ્યરે જઇ શકશે પરંતુ જો તેની જામીનની અરજી રદ્દ કરવામાં આવશે તો તેણે આ જેલમાં જ રહેવું પડશે.