મુખ્ય સમાચાર
News of Friday, 8th October 2021

આ દિવાળીએ ''વોકલ ફોર લોકલ''ને અપનાવીને ગરીબોના ઘરે પણ દિવો પ્રગટાવજોઃ નરેન્દ્રભાઇ મોદી

દિપાવલી પર્વ પહેલા સુરતના લોકોને અપીલ કરતા વડાપ્રધાન

રાજકોટ તા. ૮ : આ દિવાળીએ ''વોકલ ફોર લોકલ'' ના સુત્રને અપનાવીને તહેવારોની ખરીદી સ્થાનીક ક્ષેત્રમાથી જ કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અપીલ કરી છે.

સોશ્યલ મિડીયાના માધ્યમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે તહેવારોના સુરતના લોકોને આગ્રહ કરૂ છું કારણ કે તેમને દુનિયામાં આવવા જવાનુ થાય છે. અને તેના કારણે ખરીદી માત્ર સ્થાનિક કક્ષાએથી થાય તે જોવું જરૂરી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્યુ કે, સ્થાનિક કક્ષાએ કારીગરો પાસેથી વસ્તુની ખરીદી કરવામા આવેતો તેના ધંધા-રોજગારને વેગ મળશે અને આવા કારીગરો અને કલાકારોને આર્થિક ફાયદો થશે.

નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં કહ્યું કે હું તો સુરત-ગુજરાતના લોકોને ''વોકલ ફોર લોકલ'' સુત્રને ચરીતાર્થ કરવા હક્કથી કહી શકુ છું.

કારણ કેઆપણે દિવો પ્રગટાવીએ તો ગરીબોના ઘરે પણ દિવો પ્રગટે તે જોવુ જોઇએ.

દિપાવલી પર્વની સાવધાની પૂર્વક ઉજવણી કરવા અંતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અપીલ કરી હતી.

(2:59 pm IST)