મુખ્ય સમાચાર
News of Friday, 8th October 2021

ભારતીય વેક્સિનનો દુનિયામાં ડંકો :કોવિડશિલ્ડ રસીના 10 લાખ ડોઝ નેપાળ, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં નિકાસ કરવાની મંજૂરી

ભારત સરકારનો મોટો નિર્ણય: SIIને વેક્સિન મૈત્રી હેઠળ અન્ય રાષ્ટ્રોમાં રસી મોકલવાની મંજૂરી

નવી દિલ્હી :  કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) ને કોવિડશિલ્ડ રસીના 10 લાખ ડોઝ નેપાળ, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં નિકાસ કરવાની મંજૂરી આપી છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારત બાયોટેક ઓક્ટોબરમાં ઈરાનને કોવેક્સિન રસીના દસ લાખ ડોઝ મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પુણે સ્થિત ફાર્મા કંપની SII ને પણ યુકેમાં એસ્ટ્રાઝેનેકાને કોવિશિલ્ડ રસીનો જથ્થો સપ્લાય કરવાની પરવાનગી મળી છે. આ લગભગ ત્રણ કરોડ ડોઝ બરાબર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, SII ના ડિરેક્ટર (સરકાર અને નિયમનકારી બાબતો) પ્રકાશ કુમાર સિંહે ઓગસ્ટમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ  માંડવિયા પાસેથી આ અંગે મંજૂરી માંગી હતી

માંડવિયાએ 20 સપ્ટેમ્બરના રોજ કહ્યું હતું કે ભારત 2021 ના ચોથા ત્રિમાસિક ગાળામાં 'વેક્સીન મૈત્રી' કાર્યક્રમ હેઠળ અને કોવેક્સ વૈશ્વિક પહેલ માટે તેની પ્રતિબદ્ધતા પૂરી કરવા માટે બાકીની કોવિડ -19 રસીઓની નિકાસ ફરી શરૂ કરશે. SII એ કોવિશિલ્ડ રસીની ઉત્પાદન ક્ષમતાને વધારીને હાલમાં દર મહિને 200 મિલિયન ડોઝ કરી છે.

સીરમ સંસ્થાએ કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે ઓક્ટોબરમાં તેની રસી સપ્લાય ક્ષમતા દર મહિને આશરે 22 કરોડ ડોઝ સુધી વધશે. તે જ સમયે, ભારત બાયોટેક હાલમાં પણ દર મહિને કોવાક્સિનના લગભગ 30 મિલિયન ડોઝ સપ્લાય કરી રહ્યું છે અને આગામી મહિનાઓમાં તેની ઉત્પાદન ક્ષમતા દર મહિને 50 મિલિયન સુધી જવાની ધારણા છે

(12:00 am IST)