મુખ્ય સમાચાર
News of Tuesday, 8th October 2019

બેંક ફીકસ ડીપોઝીટ પર વીમાનું કવચ હવે વધારવાની જરૂર છે

સ્ટેટ બેંકનો રિપોર્ટઃ સીનીયર સીટીઝન માટે અલગ જોગવાઇ જરૂરી

મુંબઇ તા. ૮ :.. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંકમાં થયેલા કૌભાંડ બાદ હવે ફીકસ ડીપોઝીટ પર રકમનું વીમા કવચ વધારવાની જરૂરીયાત સામે આવી છે.

એસબીઆઇ રિસર્ચ રિપોર્ટમાં આનો ઉલ્લેખ કરાયો છે. ડીઆઇ સીજીસી ૧ લાખ સુધીના વીમાની સુવિધા હાલ આપે છે.

સ્ટેટ બેંકના રિપોર્ટ મુજબ ડીઆઇસીજીસીનું કવરેજ વધારવાની સાથે ૪ બે શ્રેણીમાં વહેંચવું જોઇએ. બચત ખાતા માટે ઓછામાં ઓછુ ૧ લાખ તથા ટૂંકા ગાળાની થાપણો માટે ઓછામાં ઓછુ ર લાખનું કવરેજ હોવું જોઇએ સીનીયર સીટીઝન માટે અલગથી જોગવાઇ થવી જોઇએ.

(11:37 am IST)