મુખ્ય સમાચાર
News of Monday, 8th October 2018

રાજસ્થાનમાં ચૂંટણીની જાહેરાત બાદ માઉન્ટ આબુ પાંચમા દિવસે ધમધમ્યું

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ માઉન્ટ આબુ ધમધમી ઉઠ્યું છે. માઉન્ટ આબુમાં બાંધકામોની મંજૂરી માટેનો પ્રતિબંધ ઉઠાવી લેવા રાજસ્થાન સરકાર સામે આખું આબુ મેદાને પડ્યું હતું.

  પાછલા 4 દિવસથી માઉન્ટ આબુની એક પણ દુકાન ખુલી ન હતી. રવિવારથી બંધ બજારો ધમધમી ઉઠ્યા પણ પ્રવાસીઓમાં ખાસ ઉત્સાહ બપોર સુધી જોવા મળ્યો ન હતો.

(12:00 am IST)