મુખ્ય સમાચાર
News of Saturday, 8th September 2018

પાકિસ્તાનના ગળાડૂબ દેવા માટે અમે જવાબદાર નથી : ચીને હાથ ઊંચા કર્યા

દેવામાં ડૂબેલા પાકિસ્તાનની હાલત સતત બગડતી જઈ રહી છે. પેઈચિંગના બેલ્ટ એન્ડ રોડ ઈનિશટિવ (BRI)ના ચક્કરમાં પાકિસ્તાન પર દેવાનો ડૂંગર ચડી ગયો છે. જોકે, ચીને આવા આરોપોથી ઈન્કાર કરતાં કહ્યું છે કે, તેના પ્રોજેક્ટે ક્યારેય પણ પાકિસ્તાન પર દેવું થોપ્યું નથી. ચીનના વિદેશ મંત્રી વાંગ યી ત્રણ દિવસની યાત્રા પર પાકિસ્તાન પહોંચ્યા છે.

(8:26 pm IST)